હું દિલથી ઇચ્છતો હતો કે યોગી CM ન બને, વિકાસ દિવ્યકીર્તિએ આવું કેમ કહ્યું?

PC: twitter.com

ઉત્તર પ્રદેશમાં એક કોચિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલકનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. કોચિંગ સંચાલકે એક કાર્યક્રમમાં કહ્યુ કે હું દિલથી ઇચ્છતો હતો કે યોગી આદિત્યાનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ન બને.

દ્રષ્ટિ IAS કોચિંગ ઇન્સ્ટીટ્યૂયના સંચાલક વિકાસ દિવ્યકીર્તિનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઇને આપવામાં આવેલું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

તાજેતરમાં એક કાર્યક્રમના જાહેર મંચ પરથી વિકાસ દિવ્યકીર્તિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે પોતાના વિચારો પ્રકટ કર્યા હતા.

વિકાસ દિવ્યકીર્તિને જ્યારે સવાલ પુછવમાં આવ્યો કે જે લોકો સંસદમાં છે અથવા સંસદમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે તેમના વિશે આપનું શું માનવું છે? વિકાસ દિવ્યકીર્તિએ જવાબ આપતા પહેલા સ્પષ્ટતા કરી હતી કે પોતે કોઇ પણ પાર્ટી સાથે જોડાયેલા નથી કે નજીકના ભવિષ્યમાં જોડાવવાની પણ કોઇ સંભાવના નથી. પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે પોતાની પ્રતિક્રિયા આપતા વિકાસે કહ્યુ કે,જ્યારે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય થઇ રહ્યો હતો તે વખતે બે-ત્રણ ઉમેદવારો પણ રેસમાં હતા. પરંતુ હું તે વખતે દિલથી એવું ઇચ્છતો હતો કે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ન બને. મારા મગજમાં તે વખતે યોગી આદિત્યનાથ માટે એવી ઇમેજ હતી કે તેઓ મઠના માણસે છે, ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ સીધો રાજકારણમાં આવી જાય તે યોગ્ય નહીં હોય. પરંતુ મારી ધારણા ખોટી પડી છે. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં એકાદ- બે મુદ્દાને જો છોડી દો તો હું કહીશ કે તેઓ શાનદાર મુખ્યમંત્રી છે અને એવું કહેવામાં મને કોઇ આપત્તિ નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે વિકાસ દિવ્યકીર્તિએ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી સર્વશ્રેષ્ઠ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ શ્રેષ્ઠ પસંદગી છે.

વિકાસ દિવ્યકીર્તિએ આગળ કહ્યું કે, આ સમયમાં મને કોઇ એવા નેતા નજરે નથી પડતા જે PM મોદી કરતા વધારે સારા પ્રધાનમંત્રી બની શકે. વિકાસે કહ્યું કે, હું એવું ઇચ્છું છું કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બની રહે અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બની રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp