'હું સીમાના બાળકોને પાકિસ્તાન મોકલીશ, અને તેને જેલમાં...', હવે થશે કાનૂની લડાઈ!

PC: hindi.news18.com

પાકિસ્તાનથી પોતાના બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે. હવે સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરને ભારતમાં વકીલ મળી ગયો છે. હરિયાણામાં રહેતા વકીલ મોમિન મલિકનું કહેવું છે કે, સીમા અને ગુલામ હૈદરના હજુ સુધી તલાક થયા નથી. ગુલામ હૈદરનો બાળકો પર અધિકાર છે. સીમાને સજા અપાવ્યા પછી જ તેઓ નિરાંતનો શ્વાસ લેશે.

પાકિસ્તાની નાગરિક ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે કહ્યું છે કે, તેઓ સીમા હૈદરને 5 વર્ષ માટે જેલમાં મોકલી દેશે. આ સાથે વકીલે ગુલામ હૈદરને તેના બાળકોને પરત પાકિસ્તાન મોકલવા માટે પણ કહ્યું છે. મોમીન મલિક હરિયાણાના પાણીપતનો રહેવાસી છે. તે પાકિસ્તાનના ગુલામ હૈદરના વકીલ છે.

તેણે કહ્યું કે, સીમા હૈદરને સજા અપાવ્યા પછી જ તે નિરાંતનો શ્વાસ લેશે. એડવોકેટ મોમિન મલિકે કહ્યું કે, સીમાને ટૂંક સમયમાં 5 વર્ષની જેલ થશે. સીમાએ તલાક લીધા વગર જ સચિન સાથે લગ્ન કર્યા છે, જે ગેરકાયદેસર છે. હું બાળકોને પિતા ગુલામ હૈદરની કસ્ટડી અપાવીશ. મોમિન મલિકે કહ્યું કે, સીમા અને ગુલામ હૈદરના બાળકો પર પિતાનો અધિકાર છે. તેથી, ગુલામને જ બાળકોની કસ્ટડી મળવી જોઈએ.

ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકે સચિન પર આરોપ લગાવતા કહ્યું કે, સીમા અને સચિન ભલે ગમે તે કરે, પરંતુ બાળકોનું ધર્માંતરણ કેમ કરવામાં આવ્યું. બાળકોને હજુ કંઈ ખબર પડતી નથી. સીમાને સીમા મીણા કહેવા પર વકીલ મોમિન મલિકે કહ્યું કે, સીમાને મીણા નહીં પણ સીમા હૈદર જ કહેવી જોઈએ. પાકિસ્તાનની અંજુ અને નસરુલ્લાહના સવાલ પર મોમિન મલિકે કહ્યું કે, કોઈને પણ છૂટાછેડા વિના ફરીથી લગ્ન કરવાનો અધિકાર નથી, પછી તે અંજુ હોય કે સીમા હૈદર.

સીમા હૈદરની સોશિયલ મીડિયાથી કમાણી અંગે મોમિન મલિકે કહ્યું કે, તે ગેરકાયદેસર છે. વકીલ મોમિન મલિકે કહ્યું કે, સીમા હૈદર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ખૂબ પૈસા પણ કમાઈ રહી છે, જે કાયદાકીય રીતે ખોટું છે, હું આ બધું બંધ કરાવી દઈશ.

અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પાકિસ્તાનની સીમા હૈદર તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને તેના પ્રેમી સચિન મીણા પાસે ભારત આવી હતી. સીમા અને સચિને કહ્યું હતું કે તેઓ નેપાળમાં મળ્યા હતા, જ્યાં બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમા અને સચિન PUBG ગેમ રમતી વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp