'જો કોઈ રોકશે તો હું જોઈ લઈશ'...પૂર્વ CM શિવરાજનો CM મોહન યાદવને ખુલ્લો પડકાર?

PC: twitter.com

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. CM પદ છોડ્યા પછી પણ તેઓ સમગ્ર મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે. લોકોને સતત મળતા રહે છે. તાજેતરમાં તેઓ તેમના વતન વિસ્તારમાં હતા. કેટલાક DJ ઓપરેટરોએ તેમની નોકરી-ધંધો ગુમાવવાની વાત કરી હતી.

પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે ભૈરુંડામાં બેન્ડ અને ઢોલ-તાશ ઓપરેટરોને જણાવ્યું હતું કે, અહીં માત્ર DJ પર પ્રતિબંધ છે, બેન્ડ અને ઢોલ-તાશ પર કોઈ પ્રતિબંધ નથી, સંગીતનાં સાધનો પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ રોકશે તો હું જોઈ લઈશ. પૂર્વ CM શિવરાજનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

શનિવારે બુધની વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ ભૈરુંડા નગર પહોંચ્યા હતા. જ્યાં નગરપાલિકા ભૈરુંડા દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ રૂ. 85 લાખની કિંમતના રોડ સ્વીપીંગ મશીન અને સ્કાય લિફ્ટ મશીનને પણ લીલી ઝંડી આપી હતી.

હકીકતમાં, મધ્યપ્રદેશ સરકાર દ્વારા લાઉડસ્પીકર પરના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે, વહીવટીતંત્ર લગ્નની સિઝનમાં બેન્ડ અને સંગીતનાં સાધનો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈએ પરવાનગી વિના સંગીતનાં સાધનો વગાડવું જોઈએ નહીં. આ અંગે ભૈરુંડામાં બેન્ડ ઢોલ તાશેના સંચાલકોએ પૂર્વ CMને એક મેમોરેન્ડમ આપ્યું હતું, જેના પર તેમણે કહ્યું હતું કે, 'તમે બેન્ડ ઢોલ તાશે વગાડો, જો કોઈ રોકશે તો હું જોઈ લઈશ.'

અહીં તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના CM તરીકે શપથ લીધા પછી CM ડૉ.મોહન યાદવની કેબિનેટે પહેલો આદેશ બહાર પાડીને લાઉડસ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવ્યો છે. આ આદેશ અનુસાર, જો ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલથી વધુ અવાજે વગાડતા સાંભળવામાં આવશે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ આ પહેલા પણ CM મોહન યાદવ સરકાર પર આક્રમક રહ્યા છે. તેમણે રાજધાની ભોપાલમાં ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થયેલી 26 છોકરીઓના મામલામાં CMને પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે 'મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને હું સરકારને આગ્રહ કરું છું કે, તે સંજ્ઞાન લે અને તાત્કાલિક પગલાં લે.' આ અગાઉ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, રાજ્યાભિષેક થતા થતા ક્યારેક વ્યક્તિને વનવાસ પણ થઇ જાય છે. તેઓ એક સભાને સંબોધન કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp