'કાશ મારી પાસે સુપર પાવર હોત..',ભારતમાં રોડ ક્રોસ કરતા વિદેશી કપલનો વીડિયો વાયરલ

PC: tv9hindi.com

ભારતમાં રસ્તો ક્રોસ કરવો એટલો સરળ નથી. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે, અહીં લોકો રોડ ક્રોસ કરતી વખતે માત્ર હાથ હલાવીને વાહનોને રોકવાનો સંકેત આપે છે. હવે જો કે, ભારતીય લોકો આ બાબતમાં નિષ્ણાત બની ગયા છે, તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારત આવતા વિદેશીઓને રસ્તો ક્રોસ કરતી વખતે કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે? હાલમાં સોશિયલ મીડિયા પર એક વિદેશી મહિલા અને તેના પાર્ટનરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એકસાથે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

ભારતમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય છે અને કેટલીકવાર તો ટ્રાફિક જામ થવાનું કારણ અહીંના એવા લોકો હોય છે કે, જેઓ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી. આવી સ્થિતિમાં ભારતીય રસ્તાઓ પર વિદેશીઓને રોડ ક્રોસ કરવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેની તો ખાલી કલ્પના જ કરી શકાય છે.

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં એક વિદેશી મહિલા અને તેનો સાથી રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. મહિલાને ટ્રાફિકને કારણે એટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો કે, તેણે રોડ ક્રોસ કરતી વખતે વીડિયો બનાવ્યો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

વીડિયોમાં વિદેશી કપલ રોડ ક્રોસ કરતી વખતે બંને એ એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ રસ્તાની વચ્ચે ઉભા રહીને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ઝડપથી આવી રહેલા વાહનોને કારણે તેઓ ઝડપથી રસ્તો પાર કરી શકતા નથી.

આ મુશ્કેલી દરમિયાન, મહિલા વિદેશીએ રમુજી રીતે કહ્યું, 'મારે ભારતમાં કેટલા વર્ષ રહેવું પડશે, જેથી મને આ ટ્રાફિકને રોકવા માટે સુપર પાવર મળી શકે! હું ઈચ્છું છું કે, મારી પાસે સુપર પાવર હોત.' આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હાસ્ય અને ચર્ચાનું વાતાવરણ સર્જ્યું છે.

આ વીડિયો @guru_laila ઈન્સ્ટા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, ગુરુ અને લૈલા એક વિદેશી કપલ છે, જે ભારતમાં રહે છે. તે બંગાળમાં રહે છે અને લોકોને ભારતના સુંદર સ્થળોનો પરિચય કરાવે છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ગુરુ અને લૈલા રોડ ક્રોસ કરતા જોવા મળે છે.

આ વિડિયોને 3 હજારથી વધુ લાઈક્સ મળી છે અને 80 હજારથી વધુ લોકોએ તેને જોયો છે, જેમાંથી ઘણા લોકોએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં કોમેન્ટ્સ કર્યા છે. ઘણા લોકોએ પોસ્ટ પર દાવો કર્યો હતો કે, તે બંગાળના કાલના શહેરની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp