‘..નહીં તો દુકાન બંધ કરાવી દઇશ’, જાણો કેમ ગુસ્સે થયા કલેક્ટર ટીના ડાબી?
બાડમેરના જિલ્લા કલેક્ટર ટીના ડાબી એક્શન મોડમાં છે. તો બુધવારે સવારે પોતાની ટીમ સાથે રસ્તા પર નીકળ્યા હતા અને સાફ-સફાઇની જાણકારી મેળવી હતી. એક-એક દુકાને જઇને સફાઇ માટે જાગૃત કર્યા. ખેડૂત માર્કેટની દુકાન બહાર ફેલાયેલા કચરાને જોઇને જિલ્લા કલેક્ટર ગુસ્સે થઇ ગયા હતા. તેમણે દુકાનદારને કહ્યું હતું કે, હવેથી કચરો દુકાન આગળ ન ફેકતો, નહીં તો દુકાન બંધ કરાવી દઇશ, હું ફરીથી જોવા આવીશ. દરેક દુકાન આગળ કચરાપેટી હોવી જોઇએ. પોતાની દુકાન આગળ સફાઇ કરવામાં શરમ ન હોવી જોઇએ. જિલ્લા કલેક્ટર ટીના ડાબીએ રેલવે સ્ટેશન સ્થિત અહિંસા સર્કલથી વિવેકાનંદ ચોક સુધી નિરીક્ષણ કર્યું હતું.
તેમણે દુકાનદારોને સખત નિર્દેશ આપ્યો હતો કે કોઇ પણ કચરો ખુલ્લામાં નહીં ફેંકે. દુકાનો બહાર કચરાપેટી રાખો અને કચરો તેમાં જ નાખો. આ અભિયાન હેઠળ આગામી 2 ઓક્ટોબર સુધીમાં શહેરને સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં સામાન્ય જનતાએ શહેરના રસ્તાને કચરા અને ગંદકી મુક્ત બનાવવાના છે. એક વીડિયોમાં તેઓ દુકાનદારને આડેહાથ લેતા નજરે પડી રહ્યા છે. તેઓ કહે છે કચરો ગટરમાં કેમ ફેંકી રહ્યા છો? કચરો ફેલાવવામાં આ વ્યક્તિ નંબર વન છે. કાલથી કચરાપેટી નહીં હોય તો દુકાન બંધ થઇ જશે.
हिमाचल की एक अफसर पर रोज काम के बीच रील बनाने को लेकर एक्शन हो गया था। स्मार्ट अफसर वो हैं जो काम को रीलानुकूल बना लें।
— Mukesh Mathur (@mukesh1275) September 25, 2024
बाड़मेर की कलेक्टर टीना डाबी सफाई अभियान के दौरान डाँट, फटकार और नसीहत देती हुईं।@dabi_tina #Badmer pic.twitter.com/vpjEZqA8Dj
इन दिनों #Barmer की जिला कलेक्टर #tinadabi ने "नवो बाड़मेर"कार्यक्रम शुरू किया है।
— ➳ᴹᴿॐ🄳🄴🅅🄰 (@Devaratha___) September 26, 2024
नवो बाड़मेर स्वच्छता अभियान टीना डाबी सहित समस्त अधिकारी,कार्मिक,नगर परिषद,विभिन्न संगठन,आमजनता उतरे बाड़मेर को चमकाने में...!
"टीना डाबी" नाम तो याद है न pic.twitter.com/IhyvwW5gLW
ટીના ડાબી વધુમાં કહે છે કે કચરા માટે કચરાપેટી હોવી જોઇએ, પોલિથિન નહીં. આજે અમે તમને વોર્નિંગ આપવા આવ્યા છીએ, કાલે જો ગંદકી મળી તો 500 રૂપિયા દંડ થશે. વાસ્તવમાં જિલ્લા કલેક્ટર ટીના ડાબી દ્વારા બાડમેરમાં ‘નવો બાડમેર’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ હેઠળ પોતાની આખી પ્રશાસનિક ટીમને અલગ-આગ વિસ્તારમાં રસ્તાઓ પર ઉતારી હતી. સાથે જ અધિકારીઓને દરેક વિસ્તારમાં સફાઇ વ્યવસ્થાને લઇને કડકાઇ દાખવવાના નિર્દેશ આપ્યા.
पश्चिमी राजस्थान के सीमावर्ती क्षेत्र बाड़मेर की कलेक्टर टीना डाबी जी द्वारा वृहद् स्तर पर सफाई अभियान चलाया जा रहा है।
— Ankit Verma (@AnkitVrmaa) September 25, 2024
"नवो बाड़मेर"के तहत जिले की सूरत बदलने के प्रयास को समूचे भारत में काफी सराहा जा रहा है।
बहुत सुंदर और सराहनीय कार्यशैली हैं आपकी कलेक्टर साहिबा।
@dabi_tina pic.twitter.com/U67RpkXZiZ
बाड़मेर
— Mr_Lucky (@Mr_Lucky_R) September 25, 2024
नवो बाड़मेर अभियान के बाद कलेक्टर टीना डाबी एक्शन मोड़ में,
बाड़मेर शहर में 12 घण्टे लगातार चलेगा सफाई अभियान,
जिला कलेक्टर की अगुवाई में अधिकारियों ने संभाला कचरा निस्तारण का जिम्मा,
सुबह 8 बजे से शाम 8 बजे तक सफाई का चलेगा विशेष अभियान @dabi_tina #barmer #tinadabi pic.twitter.com/M9zOcM7WQb
IAS ટીના ડાબીએ બાડમેર જિલ્લા કલેક્ટરનો પદભાર ગ્રહણ કર્યા બાદ જ બાડમેરની તસવીર બદલવાનો નવતર પ્રયોગ શરૂ કરી દીધો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીના ડાબી ટ્રેન્ડ કરી રહ્યા છે. નવો બાડમેર અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટર ટીના ડાબી તરફથી કરવામાં આવી રહેલા સ્વચ્છતાના કાર્યો બદલ સોશિયલ મીડિયા યુઝર્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp