શાળામાં પ્રાઇવેટ પાર્ટની ઓળખ, મોહન ભાગવત અને એલન મસ્કે કોને જવાબદાર ગણાવ્યા?

PC: nbcnews.com

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શાળાઓમાં બાળકોના પ્રાઇવેટ પાર્ટ વિશે જાણકારી માંગવાને ઘોર આપત્તિજનક બતાવ્યું છે. તેમણે એના માટે વામપંથની ઇકોસિસ્ટમને જવાબદાર ગણાવી હતી.RSSના વડાએ અમેરિકી સંસ્કૃતિને પણ દુષિત કરવા માટે વામપંથીઓને જવાબદાર ગણાવ્યા છે.ભાગવત આટલેથી અટક્યો નહોતા, તેમણે કહ્યું કે વામપંથ માત્ર હિંદુઓ કે ભારત જ નહીં પરંતુ આખી દુનિયાના વિરોધી છે.

દરમિયાન, અમેરિકન લેખક અને પત્રકાર વોલ્ટર આઇઝેકસનનું પુસ્તક 'એલોન મસ્ક' આ અઠવાડિયે બહાર પાડવામાં આવ્યું છે જેમાં ખુલાસો થયો છે કે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક એલોન મસ્કે પણ તેમના બાળકના લિંગ પરિવર્તન માટે શાળામાં જાતિ ઓળખ જેવા કાર્યક્રમોનું આયોજનને જવાબદાર માન્યા હતા. મસ્ક પણ આ માટે વામપંથી એટલે કે ડાબેરી ઇકોસિસ્ટમને પણ જવાબદાર માનતા રહ્યા છે.

RSS ચીફ મોહન ભાગવતે ગુજરાતની એક ખાનગી શાળાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, બાળકોને તેમના પ્રાઈવેટ પાર્ટના નામ પૂછવા એ ડાબેરી માહોલનો હુમલો છે. ભાગવતે કહ્યુ કે શું KGમાં ભણતા બાળકોને તેમના પ્રાઇવેટ પ્રાર્ટ વિશે જાણકારી હોય છે? ભાગવતે કહ્યુ કે મને KGની એક સુચના બતાવવામાં આવી જેમાં લખ્યું હતું કે શિક્ષકોને એ જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યં છે કે શું KGના બાળકો તેમના પ્રાઇવેટ પાર્ટ વિશે જાણે છે?

આ બધું સાંભળવામાં કદાચ સામાન્ય લાગે છે. આપણે એમ પણ કહી શકીએ કે જો બાળકોને તેમના પ્રાઇવેટ પાર્ટ વિશે ઓળખ કરાવવાનું શિખવવામાં આવે તો એમાં ખરાબ શું છે? આજે તો ઘણાં લોકો સેક્સ એજ્યુકેશનનના સમર્થનમાં છે. માત્ર પ્રાઇવેટ પાર્ટની ઓળખ એ તો સેક્સ એજ્યુકેશન પણ નથી. તો શું RSS ચીફ મોહન ભાગવતનો ઇશારો કોઇ બીજી તરફ તો નહોતો? ભાગવત પોતાની વાત કહેતા સમયે અમેરિકાની શાળાના ઉદાહરણ કેમ આપે છે? એવું એટલા માટે લાગે છે કે ભાગવતની ચિંતા માત્ર બાળકોને તેમના પ્રાઇવેટ પાર્ટની ઓળખ કરાવવા સુધી સીમિત નથી.

કદાચ RSSના વડા ઘણી ગંભીર સમસ્યા પર વાત કરી રહ્યા હતા. એ માત્ર બાળકોને તેમના પ્રાઇવેટ પાર્ટની ઓળખ સાથે સંબંધિત નથી. સંઘ પ્રમુખે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રંપની સરકાર પછી અમેરિકામાં પહેલો આદેશ સ્કુલ સંબંધિત હતો, જેમાં શિક્ષકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ બાળકો સાથે તેમના લિંગ વિશે વાત ન કરે. બાળકો પોતે એના માટે નિર્ણય કરશે. જો કોઇ છોકરો એમ કહે કે હવે તે છોકરી છે તો છોકરી માટેના શૌચાલય ઉપયોગ કરવાની તેને મંજૂરી આપવી જોઇએ. હકિકતમાં અમેરિકામાં જેન્ડર ચેન્જના વધી રહેલા કેસોને કારણે ઉભી થયેલી ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો.

સંઘના વડા મોહન ભાગવત લગાતાર સામાજિક વિષયો પર બોલીને સામાન્ય જનતાનું મન જાણવાનો પ્રયાસ કે છે. હજુ થોડા દિવસો પહેલાં તેમણે કહ્યુ હતુ કે 2000 વર્ષથી દલિતો અને પછાત વર્ગ પર અત્યાચાર થયો છે તો ઓછામાં ઓછા 200 વર્ષ સુધી અનામત તો રાખવું જ પડે. LBBT જેવા મુદ્દા પર પણ તેમણે જરાસંઘના બે સેનાપતિઓનું ઉદાહરણ આપીને પોતાના સમર્થકોને દંગ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે હંસ અને લાર્વા એટલા સારા મિત્રો હતા કે જ્યારે હંસનું મૃત્યુ થયું હોવાની અફવા ફેલાઈ ત્યારે તેના મિત્ર લાર્વાએ આત્મહત્યા કરી લીધી હતી.તેમણે કહ્યું હતું કે માણસ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આ પ્રકારનો સંબંધ માનવીઓ વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp