જો અશોક ગેહલોત કોંગ્રેસ પ્રમુખ બનશે તો રાજસ્થાનના CM કોણ? આ 3 રેસમાં છે

PC: indiatoday.in

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ ગાંધીને મનાવવાના અનેક પ્રયાસો પછી રાહુલ પોતાના નિર્ણય પર અડગ રહેતા હવે અધ્યક્ષ પદની ચૂંટણી થવાની શક્યતા છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ રેસમાં સૌથી આગળ છે. એવા સંજોગોમાં રાજસ્થાનના રાજકારણમાં અનેક સમીકરણો બદલાશે. અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદ છોડવું પડશે, તો એમની જગ્યાએ રાજસ્થાનનું રાજ કોના હાથમાં આવી શકે? સચીન પાયલોટ આ રેસમાં આગળ છે, પરંતુ ગેહલોત પોતાના નજીકના માણસને  CM બનાવવાનો દાવ ખેલી શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેના માટે ઉમેદવારી નોંધાવશે. દરમિયાન રાહુલ ગાંધીએ 'વન મેન વન પોસ્ટ'નું સમર્થન કરતા સંકેત આપ્યા છે કે જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે.

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે સંમત થયા છે અને જો તેઓ પ્રમુખ બને તો રાજસ્થાનના મુખ્યમંત્રી પદ છોડવું પડી શકે છે. જો ગેહલોતને મુખ્યમંત્રી પદ છોડવું પડશે તો તેઓ પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાની પસંદગીના ચહેરાને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવી શકે છે. જો ધારાસભ્યો સહમત થાય તો પાયલટને મુખ્યમંત્રી પદ મળવાનું લગભગ નક્કી છે.

CM અશોક ગેહલોતના નજીકના વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અશોક ગેહલોતે પોતે સીપી જોશીનું નામ આગળ કર્યું છે. જો કોંગ્રેસ હાઈકમાન્ડ ગેહલોત દ્વારા આપવામાં આવેલા નામ પર સહમત થાય છે, તો સીપી જોશી આગામી CM બની શકે.

રાજસ્થાનમાં રાજકીય સંકટ દરમિયાન શાંતિ ધારીવાલે સચિન પાયલટનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને CM અશોક ગેહલોતને સમર્થન આપ્યું હતું. ધારીવાલને ગેહલોતની નજીક માનવામાં આવે છે, તેથી શાંતિ ધારીવાલને પણ આ પદની જવાબદારી મળી શકે છે.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવાની સાથે સાથે અધ્યક્ષ બદલવાની પણ યોજના છે અને ગોવિંદ સિંહ ડોટાસરા ના સ્થાને સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ગોવિંદ સિંહને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

જાણકારોના કહેવા મુજબ અશોક ગેહલોતને રાજસ્થાનનું CM પદ છોડવું નહોતુ, પરંતુ સોનિયા ગાંધીના આગ્રહને કારણે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલવાની નોબત ઉભી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp