..પેલા જેવો પ્રેમ આપીશ તો.., માર્ક્સ વધારવાના બદલામાં છાત્રાઓ સાથે ડૉક્ટરની માગ

PC: livehindustan.com

ઓછામાં ઓછા ચાર પેરામેડિકલ વિદ્યાર્થીનિઓએ નાલંદા જિલ્લામાં આવેલા ભગવાન મહાવીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, પાવાપુરી (BMIMS)ના ચાર ડૉક્ટરો સામે છેડતી અને ગંદી વાતોના સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. આ તમામ વિદ્યાર્થીનિઓ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ (OT આસિસ્ટન્ટ)નો કોર્સ કરી રહી છે. વિદ્યાર્થિનિઓનો આરોપ છે કે, પરીક્ષામાં પાસ કરવા અને તેમના માર્કસ વધારવાના બદલામાં મેડિકલ શિક્ષકોએ કેટલીક છાત્રાઓને દબાવી દીધી તો કેટલીક છાત્રાઓને બળજબરીથી પકડી રાખી. બુધવારે સાંજે ડોક્ટરોએ પહેલા વિદ્યાર્થિનિઓને મળવા માટે બોલાવી અને પછી ખરાબ હરકતો કરી. વિદ્યાર્થિનિઓની સાથે અશ્લીલતા અને છેડતીના મામલામાં ડૉ.બિજેન્દ્ર પ્રસાદ, ડૉ.નિર્મલ કુમાર, ડૉ.રિતેશ, ડૉ.અજય અને અન્ય એક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

વિદ્યાર્થિનિઓનું કહેવું છે કે, અન્ય વિદ્યાર્થિનિઓ સાથે પણ આવા કૃત્ય થઈ રહ્યા છે. આ આક્ષેપોથી હોસ્પિટલ પ્રશાસન ચોંકી ઉઠ્યું છે. વિદ્યાર્થિનિઓએ જણાવ્યું કે, પરીક્ષામાં પાસ કરવા અને ગુણ વધારવા માટે કહેવામાં આવ્યા પછી તેમને બાથરૂમ તરફ જવાનું કહેવામાં આવ્યું હતું. એક વિદ્યાર્થીનિએ કહ્યું કે, શિક્ષકે તેને પૂછ્યું કે તે પાસ થવા માંગે છે કે નાપાસ. હું તમને ટોચ કરાવી દઈશ. પણ તમે મારા માટે શું કરશો? શું તમે અમને પ્રેમ કરશો? અમે જેમ કહીશું તેમ કરશો. શું તમે ફોન પર વાત કરશો? વિદ્યાર્થીનીઓના આવા આક્ષેપો પછી કોલેજમાં હોબાળો મચી ગયો હતો.

પાવાપુરી મેડિકલ કોલેજમાં બુધવારે રાત્રે ભારે હોબાળો થયો હતો. પેરામેડિકલની એક વિદ્યાર્થીનિએ શિક્ષક ડૉક્ટર પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો અને માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટે નારાજ વિદ્યાર્થીઓને સમજાવીને શાંત પાડ્યા હતા. ગુરુવારે મેડિકલ કોલેજ પહોંચેલા DMને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. DMએ કહ્યું છે કે, આરોપની તપાસ કરવામાં આવશે અને તપાસ પછી દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. પીડિત વિદ્યાર્થીનિઓએ DMને ફરિયાદ કરી છે કે, જ્યારે તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દીધા હતા.

OP ઈન્ચાર્જ અનિતા કુમારીએ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી દેવાના આરોપને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ફરિયાદ લેવામાં આવી છે. તપાસ પછી FIR નોંધવામાં આવી છે. આ મામલામાં મેડિલક કોલેજના પ્રિન્સિપાલને આરોપની તપાસ માટે જાતીય સતામણી સમિતિની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે ડોક્ટરો પર આરોપ લગાવવામાં આવ્યો છે, તેમના નજીકના સંબંધીઓએ કહ્યું કે, વિદ્યાર્થીનિઓ પરીક્ષામાં નાપાસ થઈ છે અને આ બધું શિક્ષકો પર પાસ થવા માટે દબાણ લાવવાનો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp