હેમંત સોરેને રાજીનામુ આપશે તો ઝારખંડમાં મુખ્યમંત્રીની ખુરશી આ મહિલાને મળી શકે

PC: andhrajyothy.com

ઝારખંડમાં રાજકીય ગરમાટો વધી રહ્યો છે. સત્તાધારી ઝારખંડ મૂક્તિ મોર્ચો મુખ્યમંત્રીનો ચહેરો બદલી શકે છે. હેમંત સોરેન પોતાની પત્ની કલ્પના સોરેનને નવાCM બનાવી શકે છે. હેમંત સોરેન પર ED દ્વારા કાર્યવાહીની તલવાર લટકી રહી હોવાથી આ અટકળો વધુ તેજ બની છે.

આ ચર્ચાઓએ વેગ પકડ્યો જ્યારે JMM ધારાસભ્ય સરફરાઝ અહેમદે વર્ષના અંતિમ દિવસે ગાંડે બેઠક પરથી રાજીનામું આપ્યું. મુખ્યમંત્રી સોરેને બુધવારે સાંજે 4.30 વાગે પાર્ટીની મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન રાજકીય સંકટ પર ચર્ચા થઈ શકે છે.

ED જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની પૂછપરછ કરવા માંગે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હેમંતને સાત સમન્સ મોકલવામાં આવ્યા છે. આને EDનું છેલ્લું સમન્સ ગણાવ્યું છે. CM હેમંત સોરેન EDના સમન્સ છતા એક પણ હાજર રહ્યા નથી.

કાયદાકીય જાણકારોનું કહેવું છે કે જો ED ઇચ્છે તો સોરેનના ઘરે આવીને તેની પૂછપરછ કરી શકે છે અથવા તો તેની ધરપકડ પણ કરી શકે છે. આ જ કારણ છે કે હેમંત કોઈ પણ પગલાં લેતા પહેલા CMની ખુરશી સુરક્ષિત કરવાની દિશામાં પગલું ભરી શકે છે.

EDએ 29 ડિસેમ્બરે CM હેમંત સોરેનને સમન્સ મોકલ્યુ હતું. સોરેને 4 દિવસ પછી જવાબ આપ્યો હતો. સોરેને પત્રમાં કહ્યુ કે યોગ્ય રીતે તપાસ થાય તો પોતે સહયોગ આપવા તૈયાર છે.

ચૂંટણી પંચે ઓગસ્ટ 2022માં ઝારખંડના તત્કાલિન રાજ્યપાલ રમેશ બૈસને એક પત્ર મોકલ્યો હતો, જેમાં એવું માનવામાં આવે છે કે હેમંતને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારે ખાણની લીઝ બાબતે વિવાદ સર્જાયો હતો. ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. જો કે, બેઈસ કે નવા ગવર્નર સીપી રાધાકૃષ્ણને આ પત્ર ખોલ્યો ન હતો.

ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સીટો છે. તેમાં નામાંકિત સભ્યો પણ સામેલ છે. બહુમત માટે 41 બેઠકો જરૂરી છે. સરકાર JMMના નેતૃત્વમાં છે. JMM ઉપરાંત સત્તાધારી પક્ષને આરજેડી, કોંગ્રેસ, ધારાસભ્ય અને નામાંકિત સભ્યોનું સમર્થન છે.JMM પાસે સૌથી વધુ 29 સીટો છે.

કોંગ્રેસના 17 ધારાસભ્યો છે.RJD અને નામાંકિત સભ્યની સંખ્યા એક-એક છે. સત્તાધારી પક્ષમાં કુલ 49 ધારાસભ્યો છે.વિપક્ષની વાત કરીએ તો ભાજપના 26, AJSUના ત્રણ, બે અપક્ષ અને NCPના એક સભ્ય છે. વિપક્ષના કુલ 32 ધારાસભ્યો છે.

કલ્પના સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની છે. કલ્પનાનો જન્મ વર્ષ 1976માં રાંચીમાં થયો હતો. તે મૂળ મયુરભંજ, ઓડિશાની છે. તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. કલ્પનાના લગ્ન 7 ફેબ્રુઆરી 2006ના રોજ હેમંત સોરેન સાથે થયા હતા. કલ્પના પ્લે સ્કૂલ ચલાવે છે અને નિખિલ અને અંશ નામના બે બાળકો છે. 48 વર્ષની કલ્પના આદિવાસી સમુદાયના અધિકારો માટે જોરદાર અવાજ ઉઠાવી રહ્યા છે,પરંતુ તે રાજકારણમાં સક્રિય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp