જરૂર પડશે તો છત્તીસગઢમાં પણ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકીશું: CM ભૂપેશ બઘેલ

PC: deccanherald.com

કર્ણાટકમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધની વાત કરી છે અને સાથે બજરંગ દળની તુલના PFI જેવા આતંકવાદી સંગઠન સાથે કરી છે, હવે કોંગ્રેસ શાસિત રાજ્યો પણ બજરંગ દળ પર પ્રતિબંધ મુકવા માટે ઉંચા નીચા થઇ રહ્યા છે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બજરંગ દળ એક મોટો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં સત્તા પર આવ્યા પછી બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાનું વચન આપ્યું છે. ભાજપે આ મુદ્દાને પકડી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધીને બજરંગ બલીને તાળામાં કેદ  કરવાનો આરોપ લગાવી દીધો. PM મોદીએ કહ્યું કે, આ કોંગ્રેસે ભગવાન શ્રીરામને તાળામાં બંધ કરી દીધા હતા, હવે બજરંગ બલી બોલવાવાળાને પણ બંધ કરવા માંગે છે.જો કે કોંગ્રેસ હવે પીછેહઠ કરવા માંગતી નથી.

હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કહ્યું છે કે, જરૂર પડશે તો છત્તીસગઢમાં પણ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવી દઇશું. CM ભૂપેશ બઘેલે બજરંગ દળના લોકો પર ગુંડાગર્દીનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે એ લોકો બજરંગ નામ જોડીને ગુંડાગર્દી કરી રહ્યા છે. એવા ગુંડાઓને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. અમારી સરકારે તેની પર અકુંશ મુક્યો છે અને જરૂર પડશે તો BAN પણ કરી દઇશું.

CM બઘેલે સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને કહ્યું હતું કે, એ લોકો જુઠું બોલી રહ્યા છે. રામ મંદિરનું તાળું તો રાજીવ ગાંધીની સરકારે ખોલાવેલું. તેમણે કહ્યું કે ભગવાન રામ અને બજરંગ બલી અમારા આરાધ્ય દેવ છે. પરંતુ એ લોકો ભગવાનું નામ લઇને ગુંડાગર્દી કરી રહ્યા છે.

આ વચ્ચે તેલંગાણામાં બજરંગ દળના લોકોએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો વિરોધ કર્યો હતો, જે પછી તેમની અટકાયત કરવામાં આવી હતી. હૈદ્રાબાદમાં કોંગ્રેસ ઓફીસની બહાર બજરંગ દળના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને નારેબાજી કરી હતી.

રાજસ્થાન કોંગ્રેસે પણ બજરંગ દળ પર પ્રતિબંધના સંકેત આપ્યા છે. અશોક ગેહલોત સરકારના મંત્રી ગોવિંદરામ મેઘવાલે કહ્યુ હતુ કે, બજરંગ દળના કાર્યકરો અપરાધમા સામેલ હોય છે. કેન્દ્રીય નેતાગીરી સાથે વાતચીત કરીને બજરંગ દળ માટે નિર્ણય લેવાશે.

કર્ણાટકમાં કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પરના પ્રતિબંધની વાત કરી છે અને તેની સરખામણી PFI જેવા આતંકવાદી સંગઠન સાથે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp