પેટ્રોલ- ડીઝલનો GSTમાં સમાવેશ થાય તો આટલું સસ્તું ઇંધણ મળી શકે

પેટ્રોલ- ડીઝલનો GSTમાં સમાવેશ કરવાની ઘણા સમય ચર્ચા ચાલે છે. કેન્દ્રીય મંત્રી તરીકે ફરીથી પદભાર સંભાળ્યા પછી પેટ્રોલિયમ મંત્રી હરદિપ સિંહ પુરીએ ફરીથી નિવેદન આપ્યું કે, ટુંક સમયમાં પેટ્રોલ- ડીઝલનો GSTમાં સમાવેશ કરવામાં આવશે. હવે સવાલ એ છે કે પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવામાથી સામાન્ય લોકોને શું ફાયદો થાય?

પેટ્રોલ-ડીઝલના બેઝિક ભાવમાં કેન્દ્રની ટેક્સની રકમ મોટા પાયે લેવામાં આવે છે. અત્યારે પેટ્રોલનો બેઝિક ભાવ 55.66 રૂપિયા છે. તેના પર 19.90 રૂપિયા એક્સાઇઝ લેવામાં આવે છે. 3.77 રૂપિયા ડીલરોની કમિશન ઉમેરાય છે અને 15.39 રૂપિયા વેટ તરીકે વસુલવામાં આવે છે. મતલહ કે જે પેટ્રોલ 55.66 રૂપિયામાં તૈયાર થયું તેના લોકોએ 94.72 રૂપિયા ચૂકવવા પડે છે.

જો 28 ટકા પણ GST લેવાં આવે તો 55.66 રૂપિયા પર લોકોએ કુલ 72 રૂપિયા ચૂકવવા પડે, મતલબ કે પેટ્રોલ 22 રૂપિયા સસ્તું થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp