'જો PM મોદીજી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે તો..', સુરજેવાલાએ વિનેશ માટે આ કહ્યું
કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાએ રેસલર વિનેશ ફોગાટને માત્ર 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવા પર કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. સુરજેવાલાએ કહ્યું કે, આખો દેશ આશા રાખે છે કે વિનેશ ફોગાટ ફરીથી ઉભી થશે અને લડશે. પરંતુ ભારત સરકાર મૌન કેમ છે? ભારતીય ઓલિમ્પિક સંઘે આ મામલે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘ સાથે વાત કરવી જોઈએ. આ મેડલ માત્ર વિનેશ માટે નહીં પરંતુ દેશ માટે છે. તેમણે કહ્યું કે, કમનસીબે રમતગમત મંત્રીએ માહિતી આપી છે કે વિનેશ ફોગાટ પર 17 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
સુરજેવાલાએ કહ્યું કે સિંહણ ક્યારેય હારતી નથી. વિનેશે દેશ માટે સર્વસ્વ બલિદાન આપ્યું. તેણે નિવૃત્તિની જાહેરાત ચોક્કસ કરી છે પરંતુ મને આશા છે કે દેશની આ પુત્રી ઉભી થશે અને જરૂર લડશે. આ માત્ર પરિવારની જ નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓની અપીલ છે. હું અહીં એક વાત કહેવા માંગુ છું કે, દેશની સરકાર મૌન કેમ સેવી રહી છે? નિયમ-11 કહે છે કે જો વિનેશનું વજન 50 કિલોથી ઓછું હતું તો પણ તે કુસ્તી રમી હતી. જો પાછલા દિવસે વજન વધુ હતું, તો તે આગલા દિવસે કેવી રીતે લાગુ થઇ શકે? આ મામલે ઓલિમ્પિક એસોસિએશન સમક્ષ માંગણી કરવી જોઈએ. આ મેડલ માત્ર વિનેશનો જ નહીં પરંતુ ભારતનો હતો.
તેણે કહ્યું કે, ઓલિમ્પિકની જે ભાવના છે કે શ્રેષ્ઠ ખેલાડીઓ જ જીતે, આ નિયમ તેની વિરુદ્ધ છે. જો ભારત સરકાર ઇચ્છે તો વિનેશને સિલ્વર મેડલ મળી શકે છે. PM મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, વિનેશ ગોલ્ડ મેડલની હકદાર છે. જો તે લડી હોત, તો તે ચોક્કસપણે સિલ્વર પદક લાવી હોત. જો PM મોદીજી રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકે છે, તો તેઓ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘને અપીલ કરી શકે છે અને વિનેશનો મેડલ પાછો લાવી શકે છે.
#WATCH | On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, Congress MP Randeep Singh Surjewala says, "140 crore Indians are stunned today with the sudden disqualification of Vinesh Phogat. It is a black day for Indian Sports. Modi Government has failed… pic.twitter.com/zPvyz34n1U
— ANI (@ANI) August 7, 2024
વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું, 'મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધુ તૂટી ગયું છે, મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp