જો હજુ સુધી આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી કર્યું, તો આ સરળ રીતે લિંક કરો

PC: financialexpress.com

પાન કાર્ડ (Pan card)ને આધાર સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડ સાથે લિંક ન થયેલા પાન કાર્ડનો ઉપયોગ હવે અમાન્ય થઇ ગયો છો. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની અંતિમ 30 જૂન 2023 હતી. આ તારીખ સુધી પણ અનેક લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહોતું કર્યું, જેના કારણે તેઓ હવે દંડ ભરી રહ્યા છે.

23 ડિસેમ્બરના રિપોર્ટ મુજબ 30 જૂન 2023થી ડેડલાઇન પૂરી થયા બાદ હજારો લોકોએ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે પૈસા ચૂકવ્યા છે. સરકારના રિપોર્ટ મુજબ પાન-આધાર લિંક કરાવવા માટે 2125 કરોડ રૂપિયા સરકારે વસૂલ્યા છે. 

હવે ચૂકાવવો પડશે દંડ

30 જૂનપછી પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવી શકાય છે, પણ તેના માટે તમને દંડ ચૂકાવવો પડે છે. પહેલા તે વિનામુલ્યે થતુ હતુ, પણ હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે 1000 રૂપિયા દંડ ભરવો પડે છે

આવી રીતે કરી શકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક

  • ઇન્કમટેક્ષ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ www.incometax.gov.in પર લોગ ઇન કરો.
  • અહિંયા ક્વિક લિંક સેક્શન પર લિંક આધાર ઓપ્શન પર ક્લિક કરો, આવું કરવાથી એક નવું પેજ ખુલશે.
  • તે પેજ પર તમે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ્સની સાથે તમારું નામ અને મોબાઈલ નંબર પણ લખો.
  • તમે જે આંકડાઓ નોંધાવેલા છે, તેમને ચેક કર્યા બાદ ‘I Validate my Aadhaar Details’ ને સિલેક્ટ કરો, ત્યાર બાદ કંટીન્યુ ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જેને વેબસાઇટ પર નિર્ધારિત જગ્યા પર લખ્યા બાદ ‘Validate’ પર ક્લિક કરો. પેનલ્ટી રકમ ભર્યા બાદ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp