લગ્ન વચ્ચે હિમવર્ષા થઈ તો વરરાજો JCB લઇ દુલ્હનને પરણવા પહોંચ્યો, જુઓ Photos
દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષામાં કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે હિમાલયના સિરમૌરમાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ જતા. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે એક વરરાજો JCBથી રસ્તા પરનો બરફ હટાવીને કન્યાને પરણવા માટે પહોંચ્યો હતો.
આ ઘટના સિરમૌરના સબ-ડીવીઝન સંગડાહમાં વિજય પ્રકાશ નામના યુવકના લગ્ન યોજવાના હતા. પણ તે જગ્યા પર ભારે બરફ વર્ષાના કારણે ઠેર-ઠેર જગ્યા પર રસ્તા બંધ થઇ ગયા હતા. તેથી વિજય પ્રકાશ દુલ્હનને લેવા માટે JCB મશીન લઇને પહોંચ્યો હતી. રવિવારે રાત્રે 2 વાગયે વિજય લગ્ન સ્થળ પર JCB મશીનની સાથે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને ઠંડીના વાતાવરણ વચ્ચે લગ્નની તમામ રસમ પણ પૂર્ણ કરી હતી.
ભારે બરફ વર્ષાના કારણે જાન સમયસર લગ્ન સ્થળ પર પહોંચી શકી નહતી. તેથી પંડિત દ્વારા બીજી વખત લગ્ન મુહુર્ત જોવામાં આવ્યુ હતું અને નવા મુહુર્ત અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું કે, ભારે હિમવર્ષાના કારણે જાન લગ્ન સ્થળ પર 12 કલાક મોડી પહોંચી હતી. જાનને હિમવર્ષા વચ્ચે 7 કલાકનો સમય વિતાવવો પડ્યો હતો. આ ઉપરાંત જ્યારે JCBથી રસ્તો સાફ કરવામાં આવી રહ્યો હતી તે સમયે JCBમાં ડીઝલ પણ ખતમ થઇ ગયું હતું. તેથી JCBનો માલિક રામેશ્વર રાત્રે 12 આવ્યે બીજું JCB મશીન લઇને આવ્યો હતો અને ત્યારબાદ દુલ્હન અને વરરાજો ઘરે પહોંચ્યા હતા.
આ ઉપરાંત ભારે હિમવર્ષા વચ્ચે લગ્ન આ પ્રકારના બીજા લગ્નનો કિસ્સો ચુવાડી વિસ્તારમાં સામે આવ્યો હતો. જ્યાં વરરાજાને 4 કિલોમીટર દૂર દુલ્હનના ઘરે પહોંચવા માટે 7 કિલોમીટર ચાલવું પડ્યું હતું. રીત-રીવાજ અનુસાર લગ્ન થયા બાદ અઢી ફૂટ બરફમાંથી પસાર થવા માટે મિત્રોએ વરરાજા અને દુલ્હનને પાલકીમાં ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેઓ મોડી રાત્રે ઘરે પહોંચી શક્યા હતા.
આ પ્રકારના ત્રીજા લગ્ન ચંબા જિલ્લામાં સલૂણીમાં શનિવારના રોજ થઇ હતી. જ્યારે અનીત કુમાર નામનો યુવક 50 જાનૈયાની સાથે દુલ્હનને સાથે લઇને દોઢથી ત્રણ ફૂટની બરફમાં 40 કિલોમીટર ચાલીને બીજા દિવસે દુલ્હનની સાથે પોતાના ગામ શાલા પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp