'અમે ઇચ્છતે તો વકફ (સુધારા)બિલ પસાર કરાવી શકતે પણ PM મોદી...', સ્મૃતિનું નિવેદન

PC: aajtak.in

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું કે વક્ફ (સુધારા) બિલ, 2024 સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે. BJP નેતાએ કહ્યું કે, આ એટલા માટે કરવામાં આવ્યું છે કે, તેના પર દરેકનો રાજકીય અભિપ્રાય લઇ શકાય અને મોટા પ્રમાણમાં નાગરિકો તેમના વિચારો વ્યક્ત કરી શકે અને પોતાનો દૃષ્ટિકોણ આપી શકે.

વકફ (સુધારા) બિલની રજૂઆત પર મીડિયા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'તે દિવસે અમારી પાસે ગૃહમાં સર્વસંમતિ હતી અને સંખ્યા પણ પૂરતી હતી. પરંતુ તેમ છતાં અમે સંયુક્ત સમિતિ માટે તેના પર વિચારણા કરી હતી, જેથી દરેક રાજકીય દૃષ્ટિકોણ અને સામાન્ય નાગરિકો JPC સમક્ષ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે, આવીને તેમના મંતવ્યો રજૂ કરી શકે.'

BJP નેતાએ આગળ કહ્યું, 'તેથી મને લાગે છે કે આ PM નરેન્દ્ર મોદી દ્વારા ખરેખર આ વસ્તુ જબરજસ્તી કોઈના પર લાદવાનો પ્રયાસ નથી, પરંતુ દરેક દૃષ્ટિકોણ માટે વધુ સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે. PM નરેન્દ્ર મોદી સાથે દરેક વસ્તુની સંભાવના છે.'

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ દરમિયાન કહ્યું, 'PMની સમગ્ર કામગીરીમાં રાજનીતિના વિવિધ પક્ષોના દૃષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજ્યસભામાં સરોગસી બિલ રજૂ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મને લાગે છે કે, જયરામ રમેશને તેના વિશે થોડી ચિંતા હતી. ભૂપેન્દ્ર યાદવ અને મેં તેમને ગેલેરીમાં સાંભળ્યા. અમે અમારા હાઈકમાન પાસે પાછા ગયા. હાઈકમાને કહ્યું, ઠીક છે, સમગ્ર વાતચીતને આગળ લઈ જાઓ, જુઓ કોંગ્રેસ શું કહેવા માંગે છે તે સાંભળો. જો ચિંતાઓ કાયદેસર હોય તો તેનું સમાધાન કરો, તેથી જ PM નરેન્દ્ર મોદીએ હંમેશા આ રીતે જ કામ કર્યું છે.'

2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં મળેલી હાર પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, તેઓ 2014માં અમેઠીમાં ગયા હતા અને એ વાતનો પૂરો ખ્યાલ હતો કે ત્યાં BJP સંગઠનાત્મક રીતે સૌથી નબળી છે.

સ્મૃતિએ કહ્યું, 'હું એ જાણતી હતી છતાં ત્યાં ગઈ, એટલા માટે કે ત્યાં આપણે માત્ર સંગઠનાત્મક રીતે જ નબળા નથી, પરંતુ આપણા એકબીજા પ્રત્યેનો લગાવ પણ ખુબ નબળો છે. અમેઠીની પ્રકૃતિ મતદારોના દૃષ્ટિકોણથી BJP માટે અનુકૂળ નથી, એ જાણતી હોવા છતાં હું ત્યાં ગઈ હતી. તેથી, એવું નથી કે મને ખબર ન હતી કે, એક સમય એવો આવશે જ્યારે હું તે તકથી વંચિત રહી જઈશ.'

BJP નેતાએ વધુમાં કહ્યું, 'જો તમને યાદ હોય તો, PM નરેન્દ્ર મોદીએ 2014માં અમેઠીમાં તેમના ભાષણમાં શું કહ્યું હતું, તો તેમણે કહ્યું હતું કે, તેઓ બદલો લેવાની નહીં, બદલાવ લાવવાની ભાવના સાથે આવી રહ્યા છે. અમે એ સ્થાપિત કરવા માંગતા હતા કે અમે શ્રેષ્ઠ વિકલ્પ છીએ, જે મેં કર્યું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp