જો અમે ખોટા હોઈએ તો 100 નહીં 1000 કરોડનો દંડ કરો, મને ફાંસી આપોઃ રામદેવ

PC: timesnowhindi.com

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને એલોપેથીને નિશાન બનાવવા અને તેની દવાઓ અંગે ખોટા દાવા કરવાના આરોપો પર ચેતવણી આપી હતી. આટલું જ નહીં, કોર્ટે કહ્યું હતું કે, જો રોગોના ઈલાજ માટે તમારા ઉત્પાદનોનો દાવો ખોટો સાબિત થશે તો 100 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર કોર્ટે આ તીખી ટિપ્પણી કરી હતી. હવે આના પર બાબા રામદેવનો જવાબ આવ્યો છે. તેમણે બુધવારે હરિદ્વારમાં કહ્યું હતું કે, જો અમે ખોટા જણાય તો અમારા પર 100 રૂપિયા નહીં પરંતુ 1000 કરોડ રૂપિયાનો દંડ થવો જોઈએ. અમને મોતની સજા પણ આપવી જોઈએ.

બાબા રામદેવે કહ્યું, 'ગઈકાલથી હજારો મીડિયા સાઈટ પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં સુપ્રીમ કોર્ટે પતંજલિને ઠપકો આપ્યો છે કે, જો તમે ખોટો પ્રચાર કરશો તો કરોડોનો દંડ કરવામાં આવશે. અમે સુપ્રીમ કોર્ટ અને દેશના બંધારણનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે ખોટો પ્રચાર નથી કરી રહ્યા. ડોક્ટરોની એક ટોળકીએ એવી સંસ્થા બનાવી છે કે તેઓ આવો પ્રચાર કરે છે. તેઓ આપણી સંસ્કૃતિ અને શાશ્વત મૂલ્યોની વિરુદ્ધ પણ બોલે છે. તેમનો ખોટો પ્રચાર એ છે કે BP, શુગર, થાઈરોઈડ અને લીવર જેવા રોગોનો કોઈ ઈલાજ નથી. પરંતુ હજારો દર્દીઓ અમારી પાસે આવે છે. તેમની સાથે શું કરવામાં આવ્યું છે તેના પુરાવા અમારી પાસે છે. અમે તો એક અઠવાડિયામાં 12 થી 15 કિલો વજન ઘટાડીએ છીએ.'

પતંજલિના વડાએ કહ્યું કે, જો અમે ખોટું નથી બોલી રહ્યા તો અમારી સામે કેમ દંડ થવો જોઈએ? જેઓ જુઠ્ઠુ બોલી રહ્યા છે અને ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમના પર આ દંડ લાદવો જોઈએ. બાબા રામદેવે કહ્યું કે, છેલ્લા 5 વર્ષથી ખતરનાક પ્રચાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાનું ખંડન કરવા માટે આ પ્રચાર ચાલી રહ્યો છે કે, આયુર્વેદમાં કોઈ પણ વસ્તુનો ઈલાજ નથી. હકીકતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

આ અંગે સુનાવણી કરતી વખતે કોર્ટની બેન્ચે પતંજલિને ખોટી પ્રચારથી બચવાની સલાહ આપી હતી. અહીં તમને જણાવી દઈએ કે, પતંજલિ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે કોરોના સમયગાળાથી વિવાદ ચાલી રહ્યો છે. બાબા રામદેવના અનેક નિવેદનોથી મેડિકલ એસોસિએશન નારાજ હતું. આટલું જ નહીં, તેના પર એલોપેથીનું અપમાન કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આયુર્વેદ Vs. એલોપેથીની આ ચર્ચા લાંબા સમય સુધી ચાલતી રહી અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp