નવા રુલ લાગૂ થઈ ગયા, હેલમેટ-સીટ બેલ્ટ નહીં પહેરો તો 100 રૂ. દંડ, લાયસન્સ વગર...

PC: navhindtimes.in

દર મહિનાની પહેલી તારીખે કેટલાંક નિયમોમાં બદલાવ થતા હોય છે. 1 જૂને ટ્રાફિકના કેટલાંક નિયમોમાં મોટો બદલાવ થયો છે. જો તમે તમારા સગીર સંતાનોને વાહન ચલાવવા આપશો તો એટલો મોટો દંડ ભરવો પડશે કે જાણીને ચોંકી જશો.

ટ્રાફિકના જે નિયમોમાં બદલાવ થયા છે તેમાં, જો તમે ઝડપથી વાહન ચલાવતા પકડાશો તો 1,000થી 2,000 રૂપિયા સુધીનો દંડ થશે, વગર લાયસન્સે વાહન હંકારતા પકડાશો તો 500 રૂપિયા દંડ ભરવો પડશે, હેલ્મેટ ન પહેર્યું હશે તો 100 રૂપિયા અને સીટ બેલ્ટ ન પહેર્યું હશે તો 100 રૂપિયાનો દંડ થશે.

સગીર વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો દંડ થશે અને વાહન માલિકનું લાયસન્સ પણ રદ થઇ શકે છે. ઉપરાંત સગીરને 25 વર્ષ સુધી લાયસન્સ નહીં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp