26th January selfie contest

તાજમહેલ પર દીયા કુમારીની દાવેદારીને લઈને મુઘલ બાદશાહના વંશજે જુઓ શું કહ્યું

PC: google.com

આખી દુનિયામાં પોતાની સુંદરતા માટે પ્રસિદ્ધ તાજમહેલ હવે વિવાદોમાં આવી ગયો છે. એક વિવાદ શાંત થઈ રહ્યો છે તો બીજો ઉઠી રહ્યો છે. જયપુરના પૂર્વ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવનારા સાંસદ દીયા કુમારીના નિવેદન બાદ મુઘલ બાદશાહ શાહજહાંના વંશજ પણ મેદાનમાં આવી ગયા છે. તાજમહેલ વિવાદમાં સ્વયંને મુઘલ વંશજ કહેનારા પ્રિન્સ યાકૂબઉદ્દીન હબીબ તૂસીએ પણ મોરચો ખોલી દીધો છે. જયપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને સાંસદ દીયા કુમારીના નિવેદન પર તેમણે પલટવાર કર્યો છે.

યાકૂબઉદ્દીન હબીબ તૂસીએ દીયા કુમારીને પોતાની વાતને સાબિત કરી દેખાડવાનો પડકાર આપ્યો છે. તાજમહેલનો બંધ તહખાનું ખોલાવવાની બાબતે બુધવારે દીયા કુમારીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તાજમહેલ મુઘલોની નહીં, તેમના પૂર્વજોની નિશાની છે. જે જગ્યાએ તાજમહેલ બન્યો છે, તે જમીન રાજા જયસિંહની હતી. શાહજહાંએ આ જમીન તેમની પાસે જમીન છીનવી લીધી હતી. તેમણે તેના દસ્તાવેજ જયપુર સિટી પેલેસના પોથીખાનામાં હોવાની વાત કહી હતી.

તેના પર પલટવાર કરતા પ્રિન્સ યાકૂબઉદ્દીન હબીબ તૂસીએ ગુરુવારે વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેઓ કહી રહ્યા છે કે રાજકુમારીનું નિવેદન પાયાવિહોણું છે. તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. તેઓ રાજપૂત પરિવાર અને મુઘલોને બદનામ કરવાનું બંધ કરે. તેઓ પોતાની વાત સાબિત કરી દેખાડે. મુઘલ બાદશાહનું અંતિમ વંશજ કહેનારા હૈદરાબાદના પ્રિન્સ યાકૂબઉદ્દીન હબીબ તૂસી આગ્રા આવતા રહે છે. મુઘલ બાદશાહને ઉર્સ દરમિયાન ચાંદરપોશી કરવા માટે તેમને આમંત્રિત કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું આગ્રા આવવાનું થયું નથી. તાજમહેલને લઈને આપવામાં આવેલા તેમના નિવેદન પણ લાઇમલાઇટમાં રહ્યા છે. એક રિપોર્ટ મુજબ આગ્રાના તાજમહેલની જગ્યાએ જયપુરની તાત્કાલિક સામ્રાજ્યનો મહેલ હોવાનો દાવો કરનારા પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને સાંસદ દીયા કુમારી આ સંબંધમાં કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને દસ્તાવેજ મોકલાશે. તેમાં એ વાતનો ઉલ્લેખ હશે કે જયપુરનું તાત્કાલિન સામ્રાજ્યના મહેલની જગ્યા પર શાહજહાંએ તાજમહેલ બનાવ્યો હતો.

જયપુર સિટી પ્લેસમાં સ્થિત પોથીખાનામાંથી દસ્તાવેજ કઢાવવામાં આવ્યા છે. તેનું વકીલ પરીક્ષણ કરી રહ્યા છે. ગત બુધવારે જયપુર સ્થિત ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં દીયા કુમારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઉપરોક્ત દાવો કર્યો હતો. બીજી તરફ બીકાનેરમાં રાજ્ય સરકારના અભિલેખાંગારમાં એવા દસ્તાવેજ પણ ઉપલબ્ધ છે, જેનાથી પ્રમાણિત થાય છે કે જયપુરના સામ્રાજ્યના તાત્કાલિન મહારાજા જયસિંહને ફરમાન જાહેર કરીને આમેર, મકરાના અને રાજનગરની ખાણોમાંથી સંગેમરમર મોકલવા માટે કહેવામાં આવ્યું હતું. 9 સપ્ટેમ્બર 1632મા શાહજહાં તરફથી જયસિંહને આમેરની નવી ખાણમાંથી સંગેમરમર કાઢવા માટે મુલુકશાહ મોકલવા માટે કહેવામાં આવ્યું હતું.

ફરમાનમાં પૂર્વ રાજ્ય પરિવારને તાજમહેલ નિર્માણ માટે મજૂર અને વાહન ઉપલબ્ધ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. શાહજહાંએ ફરમાનની અવહેલના ન થવાના નિર્દેશ પણ આપ્યા હતા. 21 જૂન 1637ના રોજ લખેલા ફરમાનમાં શાહજહાંએ જયસિંહને નિર્દેશ આપ્યા હતા કે, આમેર અને રાજનગરમાં પથ્થર કટિંગ કરનારને જરાય ન રોકવામાં આવે. રિપોર્ટ્સ મુજબ તાજમહેલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજસ્થાન સરકારે પુરાતત્વ વિભાગના અધિકારી પણ દસ્તાવેજ શોધવામાં લાગી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp