જો તમે QR કોડ સ્કેન કરો છો, તો ગમે ત્યારે છેતરપિંડી થઇ શકે છે, શું છે આખો મામલો?

PC: tv9hindi.com

સ્કેમર્સ લોકોને ફસાવવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરે છે. સાયબર સિક્યોરિટી કંપનીઓના જણાવ્યા અનુસાર, સ્કેમર્સ લોકોને છેતરવા માટે ફિશિંગ લિંક્સની મદદ લઈ રહ્યા છે. ખરેખર, સ્કેમર્સ E-Mail QR કોડ મોકલીને લોકોને છેતરતા હોય છે. માત્ર E-Mail દ્વારા જ નહીં, સ્કેમર્સ અન્ય ઘણી પદ્ધતિઓ દ્વારા પણ લોકોને ફસાવી રહ્યા છે.

આ QR કોડ ફિશિંગ લિંક્સ અને સ્કેમ પેજની સાથે એન્કોડ કરેલા હોય છે. યુઝર આ કોડ્સને સ્કેન કરતાની સાથે જ તે સ્કેમનો શિકાર બની શકે છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે કૌભાંડકારો લોકોને ભેટ અથવા વળતરના નામે ફસાવતા હોય છે.

જ્યારે કોઈ વપરાશકર્તા આ ભેટો અથવા વળતરના નામે કોડ સ્કેન કરે છે, ત્યારે તેણે પાસવર્ડ દાખલ કરવો પડતો હોય છે. જો તમે આ પાસવર્ડ દાખલ કરશો, તો તમે કૌભાંડનો શિકાર બની જશો. કારણ કે તે તમને કોઈ ભેટ નહીં આપે, બલ્કે તમારા ખાતામાંથી પૈસા કપાશે. સ્કેમર્સ લોકોને ફસાવવા માટે દુકાનો અને અન્ય સ્થળોએ ચહેરાના QR કોડ પણ ચોંટાડી રહ્યા છે.

તમે જોયું હશે કે, દુકાનો પર ઘણા QR કોડ પેસ્ટ કરવામાં આવ્યા હોય છે. સ્કેમર્સ આની વચ્ચે ફેસ કોડ પણ ચિપકાવી રહ્યા છે, જેના કારણે તમારું પેમેન્ટ બીજા કોઈ એકાઉન્ટમાં જશે. FBIએ થોડા સમય પહેલા આવા સ્કેમર્સ અંગે ચેતવણી પણ બહાર પાડી હતી. અમેરિકન એજન્સી FBIએ કહ્યું છે કે, કેટલીકવાર સ્કેમર્સ વાસ્તવિક QR કોડ પર નકલી કોડ લગાવે છે.

FBI અનુસાર, આ કોડ્સને સ્કેન કર્યા પછી મોબાઈલ હેક થઈ શકે છે. મોબાઈલ ડેટા હેકર્સ પાસે જઈ શકે છે અને મોબાઈલ દ્વારા લોકોની જાસૂસી પણ થઈ શકે છે. આ રીતે હેકર્સ મોબાઈલમાં માલવેર પણ ડાઉનલોડ કરી શકે છે.

તમે આ પ્રકારના કૌભાંડને માછલીની જાળની જેમ સમજી શકો છો. જેમ માછલીને જાળમાં ફસાવવા માટે બાઈટ ફેંકવામાં આવે છે. તેવી જ રીતે, સ્કેમર્સ લોકોને લલચાવે છે અને તેમને કૌભાંડમાં ફસાવે છે. આ પ્રકારનું કૌભાંડ સામાન્ય રીતે E-Mail અથવા SMS દ્વારા કરવામાં આવે છે.

સરકાર, બ્રાન્ડ્સ અને સાયબર સિક્યોરિટી કંપનીઓ આવા કૌભાંડો સામે લોકોને સતત ચેતવણી આપી રહી છે. લિંક દ્વારા લોકોને છેતરવું એ સાયબર ગુનાઓની સૌથી સામાન્ય પદ્ધતિઓ પૈકીની એક છે. લોકોમાં જેમ જેમ આ અંગે જાગૃતિ આવી રહી છે, તેઓ આવા SMS અને E-Mailને અવગણવા લાગ્યા છે.

આ કારણે, સ્કેમર્સે ફિશિંગ લિંક્સને બદલે QR કોડ્સ મોકલવાનું શરૂ કર્યું છે. યુઝર આ કોડ્સને સ્કેન કરતાની સાથે જ તેમનું કામ થઈ જાય છે. જ્યાં છેતરપિંડીની લિંક્સ અને E-Mail એડ્રેસને ઓળખવાનું સરળ છે. QR કોડ કૌભાંડ એટલું જ મુશ્કેલ છે, કારણ કે તમે તેને જોઈને ઓળખી શકતા નથી.

જેવો તમે QR કોડ સ્કેન કરો છો, તમને નકલી વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. આ વેબસાઇટ તમને તમામ પ્રકારની પરવાનગી એક્સેસ માટે પૂછે છે. આ ડેટાની મદદથી છેતરપિંડી કરનારા લોકો સાથે ફ્રોડ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં તમે સાવચેત અને સતર્ક રહીને જ સુરક્ષિત રહી શકો છો. તમારે હંમેશા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. QR કોડ સાથેનો E-Mail એ પ્રથમ સંકેત છે. જો તમને E-Mailમાં QR કોડ દેખાય, તો તેને જોખમી ગણો.

સ્કેમર્સ ઘણીવાર લોકોની ઉતાવળનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. આ માટે તેઓ પાસવર્ડ સાથે ચેડાં કે સર્વિસ એક્સપાયરી જેવા E-Mail મોકલે છે. જેના કારણે લોકો ઉતાવળે ખોટાં પગલાં ભરે છે.

કૃપા કરીને કોઈપણ E-Mail પર વિશ્વાસ કરતા પહેલા તેને બે વાર તપાસો. આવા નકલી E-Mail લોકોને ઘણી સમસ્યાઓનો ઝડપી ઉકેલની ઓફર આપતા હોય છે. આવી બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો.

જ્યારે, કોઈપણ દુકાન પર QR કોડ સ્કેન કરતી વખતે ઉતાવળ ન કરો. સૌ પ્રથમ, કોઈપણ કોડ સ્કેન કર્યા પછી, તે કોના નામે છે તે જુઓ. જો કોડ દુકાનદારના નામે હોય તો જ તમારે પેમેન્ટ કરવું જોઈએ. એ જ રીતે, ફ્રી ગિફ્ટ કાર્ડ્સ વિશે પણ થોડા સાવધાન રહીને કામ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp