બાબા અમરનાથની યાત્રાએ જવાના હો તો આટલું ધ્યાન જરૂર રાખજો

અમરનાથા યાત્રા ભારતની સૌથી આસ્થા સભર અને પડકારરૂપ યાત્રાઓમાની એક છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે જાય છે. આ વખતે બાબા અમરનાથની યાત્રા 29 જૂનથી શરૂ થવાની છે અને 19 ઓગસ્ટ 2024ના દિવસ પુરી થશે.

યાત્રાનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઇ ચૂક્યું છે. રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે એક ફોટો, આધારકાર્ડ, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી જેવી વિગતો આપવી પડશે. ઉપરાંત હેલ્થ સર્ટિફિકેટ આપવું પડશે, જે 8 એપ્રિલ 2024 પછીનું હોવું જોઇએ.

પહાડોનું મૌસમ અનિશ્ચિત હોય છે એટલે તમારી સાથે ગરમ કપડા, વોટરપૂફ જેકેટ, મજબૂત ટ્રેકીંગ બૂટ્સ સાથે રાકા પડશે. યાત્રા દરમિયાન હળવો અને પૌષ્ટિક ખોરાક જ ખાજો, ગર્ભવતી મહિલા, 70થી વધુ વયના લોકો અને 13 વર્ષથી નાના બાળકોને યાત્રાની પરવાનગી મળતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp