Video: મરવું છે તો બસ નીચે જા, મારી 1.5 કરોડની કાર..., પૂર્વ PMની વહુ ભડકી

PC: deccanherald.com

પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાની વહુ અને એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપમાં ભવાની રેવન્ના એક બાઈક સવારને ખીજવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાઈક સવાર ભવાની રેવન્નાની કારને ટક્કર મારી હતી.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં ભવાની રેવન્ના બાઈક સવારને કહતા સંભળાઈ રહ્યું છે કે તે તેની કારને નુકસાન પહોંચાડવાના સ્થાને બસની નીચે જઈને મરી જાય. એટલું જ નહીં ભવાની ત્યાં મોજૂદ લોકો પર પણ પોતાનો ગુસ્સા ઠાલવી રહી હતી. તે કહે છે કે, તેની કારની કિંમત 1.5 કરોડ છે. તે પૂછે છે કે, તેની કારને જે નુકસાન થયું તેની ચૂકવણી કોણ કરશે. એટલું જ નહીં ભવાની રેવન્ના કહે છે કે, તેની 1.5 કરોડની કારને નુકસાન થયું છે, તેમ છતાં સ્થાનીક લોકોને બાઈક સવારની સુરક્ષાને લઈ ચિંતા છે.

જેડીએસ નેતા ભવાની રેવન્નાની કાર અને એક બાઈકની વચ્ચે ટક્કર થઇ હતી. ત્યાર બાદ ભવાની રેવન્નાના ડ્રાઈવર મંજૂનાથે બાઈક સવાર શિવન્ના સામે પોલીસ ફરિયાદ કરી. પોલીસે ટક્કર મારનારા બાઈક સવાર સામે કેસ દાખલ કર્યો છે. બાઈક સવાર સામે સીઆરપીસીની ધારા 157 હેઠળ મૈસૂર જિલ્લાના સાલિગ્રામ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

ખેર, ભવાની રેવન્નાની આ સંવેદનહીન ટિપ્પણીની રાજ્યના લોકો ટીકા કરી રહ્યા છે. આ ઘટનાના જવાબમાં ભવાનીના પતિ અને પૂર્વ મંત્રી એચડી રેવન્નાએ પોતાની પત્નીની આ ટિપ્પણીને લઈ માફી માગી. તેમણે કહ્યું કે, જો કોઈને ભવાનીની વાતોથી ઠેસ પહોંચી છે તો હું માફી માગુ છું. તેના મિત્રની કારને નુકસાન થયું હોવાના કારણે તેણે ગુસ્સામાં પ્રતિક્રિયા વ્યક્ત કરી. ભવાનીએ પોતાના જીવનમાં ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી.

જણાવીએ કે, વીડિયો ફુટેજમાં ક્રોધિત ભવાનીને ઈજાગ્રસ્ત બાઈક સવાર પર ગુસ્સો ઉતારતા જોવામાં આવી છે. જેની બાઈક તેમની લગ્ઝરી કાર સાથે અથડાઈ હતી. ભવાની રેવન્નાએ બાઈક સવારને કહ્યું કે, જો તું મરવા માગતો હતો, તો તારે બસની નીચે જવાનું હતું. તું મારી કારની નીચે મરવા માગતો હતો. મરવાની ચિંતા કરવી બંધ કરો યાર, મારી 1.5 કરોડ રૂપિયાની કારનું શું થશે?

આ ઘટના ગયા અઠવાડિયે મૈસૂર જિલ્લાના કેઆર નગર તાલુકામાં સાલિગ્રામ ગામની પાસે બની હતી. જ્યારે લોકોએ તેમને સમજાવવાની કોશિશ કરી તો, ભવાનીએ કહ્યું કે, જે પણ મારી સાથે વાત કરવા માગે છે, તે પહેલા 50 લાખ રૂપિયા આપે અને પછી વાત કરે. સોમવારે વાયરલ થયેલા આ વીડિયોને જોઇ લોકોએ ભવાનીના ગુસ્સાની ટીકા કરી અને જનતા પ્રત્યે દેવેગૌડા પરિવારના વ્યવહાર પર સવાલ ઊભા કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp