ભગવાન વિષ્ણુ માટે કેરળ એરપોર્ટ 9 નવેમ્બરે 5 કલાક માટે બંધ કરી દેવાશે

PC: sreepadmanabhaswamytemple.org

તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (TIAL)એ જણાવ્યું છે કે કેરળની રાજધાની તિરુવનંતપુરમના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 9 નવેમ્બરે શ્રી પદ્મનાભસ્વામી મંદિરની 'અલ્પાસી અરટ્ટુ' શોભાયાત્રાનો માર્ગ બનાવવા માટે ફ્લાઇટ સેવાઓ પાંચ કલાક માટે સ્થગિત કરી દેવામાં આવશે. આ વાર્ષિક શોભાયાત્રા પરંપરાગત રીતે રનવે પાર કરતા માર્ગો પર કાઢવામાં આવે છે. TIALએ જણાવ્યું હતું કે, 9 નવેમ્બરે સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી ફ્લાઈટ સેવાઓ સ્થગિત રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંબંધિત એરલાઇન્સ પાસે અપડેટ ફ્લાઇટ સમય ઉપલબ્ધ છે.

તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટનો રનવે વર્ષમાં બે વાર શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની શોભાયાત્રા માટે બંધ કરવામાં આવે છે. મૂર્તિઓના પવિત્ર સ્નાન માટે શંગુમુઘમ દરિયા કિનારે પહોંચવા માટે વર્તમાન માર્ગો દ્વારા શોભાયાત્રા કાઢવાની પ્રથા સદીઓ પહેલા શરૂ થઈ હતી. TIALએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, 'આ વિધિ 1932માં એરપોર્ટની સ્થાપના પછી પણ ચાલુ રહે છે, તેની ખાતરી કરવા માટે કે વિસ્તારની સંસ્કૃતિ અને પરંપરાઓ અકબંધ રહે.'

પ્રખ્યાત શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં વર્ષો જૂની પરંપરા અનુસાર, ભગવાન વિષ્ણુને શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી પવિત્ર સ્નાન માટે સમુદ્રમાં લઈ જવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સ્નાન કરવા જતી શોભાયાત્રા 'અરટ્ટુ' એરપોર્ટના રનવે પરથી જ પસાર થાય છે. આ શોભાયાત્રાનો પરંપરાગત રૂટ રહ્યો છે.

ભગવાન વિષ્ણુને વર્ષમાં બે વાર પવિત્ર સ્નાન માટે શંકુમુઘમ સમુદ્ર તટ પર લઈ જવામાં આવે છે, જે તિરુવનંતપુરમ એરપોર્ટની બરાબર પાછળના ભાગે છે. પ્રથમ પવિત્ર સ્નાન માર્ચ અને એપ્રિલની વચ્ચે પંગુની તહેવારની ઉજવણી માટે કરવામાં આવે છે અને ફરીથી ઓક્ટોબર અને નવેમ્બરમાં અલપસીની ઉજવણી કરવામાં આવે છે.

મંદિરની દ્વિ-વાર્ષિક સદીઓ-જૂની ઔપચારિક શોભાયાત્રા રનવે પરથી પસાર થઈ શકે તે માટે એરપોર્ટ દાયકાઓથી દર વર્ષે બે વાર ફ્લાઇટનું સંચાલન અટકાવે છે અને પુનઃનિર્ધારિત કરે છે. ઈતિહાસકારો કહે છે કે, જ્યારે તિરુવનંતપુરમમાં એરપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા શ્રી ચિથિરા થિરુનાલે સ્પષ્ટ કર્યું હતું કે, આ સુવિધા વર્ષમાં 363 દિવસ લોકો માટે અને શાહી પરિવારના નામી દેવતા ભગવાન પદ્મનાભ માટે વર્ષમાં બે દિવસ ખુલ્લી રહેશે.

અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટના નિર્માણ પછી પણ રાજવી યુગની વિધિ ચાલુ રહી છે. એરપોર્ટ દર વર્ષે બે વાર NOTAM (એરમેનને નોટિસ) મોકલે છે. ઓક્ટોબર-નવેમ્બરમાં દ્વિવાર્ષિક અલપાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની ઉત્સવ દરમિયાન રનવેને બંધ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp