પત્નીને ઈમ્પ્રેસ કરવા સ્ટંટ કર્યો, વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ સળગાવી દીધો

PC: livehindustan.com

મોહાલીમાં, એક શ્રીમંત વ્યક્તિએ તેની લગ્નની વર્ષગાંઠ પર તેની પત્નીને પ્રભાવિત કરવાની કોશિશમાં એવો સ્ટંટ કર્યો કે, તેની જીદને કારણે અન્ય વ્યક્તિનો પ્રાઇવેટ પાર્ટ બળી ગયો. મામલો એવો છે કે, તેણે રોડ પર પોતાની લક્ઝરી કારના પાછળના ભાગેથી ફાયર ક્રેકર્સ સ્કાય શોર્ટ છોડ્યું, જેના કારણે પાછળથી આવતા સ્કૂટર સવારને ઈજા થઈ. આ સ્ટંટ શૂટ કરવા માટે તેણે ઓટો ડ્રાઈવરને પૈસા પણ આપ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.

આ ઘટના 2 ડિસેમ્બરે બની હોવાનું કહેવામાં આવે છે, જ્યારે પોલીસને એક વીડિયો વાયરલ થયા અંગેની માહિતી મળી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક શ્રીમંત વ્યક્તિ રવિત કપૂરે તેમની લગ્નની વર્ષગાંઠ પર તેની પત્નીને પ્રભાવિત કરવા માટે ચાલતી લક્ઝરી Mustang કારના પાછળના ભાગેથી સ્કાય શોટ ચલાવ્યો હતો. આ વીડિયો પાછળથી આવતા એક ઓટો ડ્રાઈવર દ્વારા શૂટ કરવામાં આવી રહ્યો હતો, જેને કાર માલિકે કથિત રીતે પૈસા આપ્યા હતા એવું કહેવામાં આવે છે. સ્કાય શોટની આગ ભૂલથી કારની પાછળ પાછળ આવી રહેલા એક સ્કૂટર સવાર યુવકને લાગી ગઈ હતી અને તેણે બેલેન્સ ગુમાવતા તે સ્કૂટર ચાલકને અકસ્માતે ઈજા થઈ હતી. આ ઘટનામાં પીડિતનો પ્રાઈવેટ પાર્ટ બળી જવા પામ્યો હતો.

પોલીસે પીડિતની ઓળખ ગુપ્ત રાખી છે. જ્યારે કેસ નોંધાવામાં આવતા જ પોલીસે આરોપી રવિત કપુરની ધરપકડ કરી હતી. રવિત કપૂર મોહાલીમાં ઈમિગ્રેશનનું કામ કરે છે અને તેના પિતા ચંદીગઢના સેક્ટર-19માં કપડાંનો શોરૂમ ધરાવે છે.

આ VIP નંબરના Mustang વાહનને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 14 વખત ચલણ કરવામાં આવ્યું છે. ઓવર સ્પીડ માટે છેલ્લું ચલણ કેરળમાં 2022માં બહાર પાડવામાં આવ્યું હતું, જ્યારે બાકીના 13 ચલાન ચંદીગઢમાં બહાર પાડવામાં આવ્યા હતા. DSP હરસિમરન બલે જણાવ્યું કે, આરોપી રવિતે તેની મસ્ટાંગ કાર દિલ્હીમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે. ફેઝ-8 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ મસ્તાંગ વાહન રીકવર કરવા માટે દિલ્હી જવા રવાના થઈ છે. વીડિયો બનાવનાર ઓટો ડ્રાઈવરની પણ પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp