દુલ્હન જાન લઇને લગ્ન કરવા પહોંચી, ખુલ્લી જીપના બોનેટ પર કર્યો ડાંસ, જુઓ Video

PC: youtube.com

લગ્ન સમારોહમાં વરરાજો જાન લઈને કન્યાને પરણવા માટે જતો હોય છે. પણ આનાથી વિપરીત કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી જાન નીકળી હતી. આ જાનમાં વરરાજો જોવા મળ્યો નહોતો. પણ વરરાજાની જગ્યા પર દુલ્હન જોવા મળી હતી. દુલ્હન એક ખુલ્લી જીપના બોનેટ પર DJમાં આવતા હિન્દી ગીત પર ડાંસ કરી રહી હતી. દુલ્હનની જાનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

આ દુલ્હનનું નામ ભાવના લાલવાની હોવાનું સામે આવ્યું છે. ભાવના લાલવાનીએ લગ્ન માટે તેના પિતાની સામે એક શરત મૂકી હતી કે તે ત્યાં સુધી લગ્ન નહીં કરે જ્યાં સુધી તે જાન લઇને પરણવા માટે નહીં જાય. ભાવના લાલવાની ભોપાલના સંત હિરદારામ નગરમાં તેના પરિવારના સભ્યોની સાથે રહે છે.

ભાવનાએ લગ્ન માટે તેના પિતા સામે જે શરત મૂકી હતી તે એક રીતે અશક્ય હતી પણ છતાં પણ પરિવારના સભ્યોએ ભાવનાની આ શરતને માન્ય રાખી. ત્યારબાદ ભાવનાના એક યુવકની સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારબાદ લગ્ન સ્થળથી એક કિલોમીટર દૂરથી ભાવનાની જાન નીકળી હતી. તેમાં ભાવના ખુલ્લી જીપના બોનેટ પર ડાંસ કરતા-કરતા લગ્ન સ્થળ સુધી પહોંચી હતી.

એવી પણ માહિતી મળી રહી છે કે, ભાવના તેના પિતાની એકની એક દીકરી છે. ભાવના ઇન્દોરની IT કંપનીમાં કામ કરે છે. તેની નાનપણથી જ ઈચ્છા હતી કે, તે લગ્નમાં જાન લઇને પરણવા માટે જાય. ભાવના તેના પિતાની એકની એક દીકરી હોવાના કારણે તેમને આ શરત માની લીધી અને ભાવનાના પિતાએ સમાજના રીવાજોને સાઈડમાં રાખીને દીકરીને ઈચ્છાને મોટી સમજીને દીકરીના લગ્નમાં જાનનું આયોજન કરવાનું નક્કી કર્યું.

સંત હિરદારામ વિસ્તારમાંથી ભાવનાની જાન પસાર થઇ હતી. જાનમાં વરરાજાની જગ્યા પર દુલ્હનને જોઈને લોકો થોડી વાર તો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. ભાવનાની જાનમાં આવેલા તમામ જાનૈયાઓએ માથા પર સાફો બાંધ્યો હતો. જાનમાં દુલ્હન ભાવના પણ ખૂબ જ ખૂશ દેખાઈ રહી હતી. તેને પણ ગાડીના બોનેટ પર ઉભા રહીને હિંદી ગીત પર ખૂબ જ ડાંસ કર્યો હતો. લૈલા મેં લૈલા, દિલ્હીવાલી ગર્લફ્રેડ જેવા ગીત પર ભાવનાનો ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp