ગુજરાતમાં રાહુલે કહ્યું- હવે અમે તેમને પાઠ ભણાવીશું અને તેમની સરકાર તોડીશું

PC: bbc.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હિસાબે મોટું ચેલેન્જ આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવશે અને કોંગ્રેસ પાર્ટી ભાજપે કરેલું આ ચેલેન્જ સ્વીકારે છે. લોકસભામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને તેમણે પોતાના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, તમે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને રથયાત્રા પર જોયા હતા. કહેવામાં આવે છે કે મોદીએ મદદ કરી હતી.

તેમણે કહ્યું કે, હું સંસદમાં વિચારી રહ્યો હતો કે રામ મંદિરના કાર્યક્રમમાં અદાણી અને અંબાણી દેખાયા, પરંતુ ગરીબ નહીં. હું તમને અંદરની વાત બતાવું છું કે અયોધ્યાના સાંસદે મને કહ્યું કે, અયોધ્યામાં 3 સર્વે થયા હતા અને મોદી અયોધ્યાથી લડવા માગતા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે અયોધ્યાથી લડ્યા તો હારશો. અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું કે, રાહુલજી મને ખબર પડી ગઈ હતી કે હું અયોધ્યાથી ચૂંટણી લડવાનો છું અને જીતવાનો પણ છું.

અયોધ્યાના સાંસદના સંદર્ભે રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં મંદિર બનાવવા માટે અમારી જમીન લેવામાં આવી, ઘણી દુકાન તોડવામાં આવી અને સરકારે આજ સુધી લોકોને વળતર આપ્યું નથી. અયોધ્યામાં મોટું એરપોર્ટ બન્યું, તેમાં અયોધ્યાના ખેડૂતોની જમીન ગઈ, જેમાં ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાવાસી નહોતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે અમે તેમને પાઠ ભણાવીશું અને તેમની સરકાર તોડીશું.

કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી વારાણસીથી નહીં, અયોધ્યાથી લડવા માગતા હતા, પરંતુ હારના દરના કારણે તેઓ ત્યાંથી ચૂંટણી ન લડ્યા. અમે વારાણસીમાં કેટલીક ભૂલો કરી દીધી, પરંતુ અયોધ્યામાં અમે તેમને હરાવ્યા. આ વખત અમે તેમને ગુજરાત હરાવવા જઇ રહ્યા છીએ, તમારે ડરવાનું નથી.તેમણે આપાણી ઓફિસ પર હુમલો કર્યો, આપણને ચેલેન્જ કર્યું, લખીને લઈ લો, આપણે તેમને અહી હરાવવા જઇ રહ્યા છીએ. ગુજરાતથી જનતાને કહેવું છે કે ડરો નહીં, ડરાવો નહીં, ડર્યા વિના ભાજપ સામે લડી ગયા તો ભાજપ સામે ઊભી નહીં થાય.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp