40 વર્ષ બાદ આખરે કેમ થયો કોંગ્રેસથી મોહભંગ, કિરણ ચૌધરીએ રજીનામામાં બતાવ્યું કારણ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી બંસીલાલના પુત્રવધૂ કિરણ ચૌધરીએ કોંગ્રેસ પાર્ટીનો હાથ છોડી દીધો છે. કોંગ્રેસ નેતા કિરણ ચૌધરીએ પોતાની પુત્રી શ્રુતિ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને પોતાનું રાજીનામું મોકલ્યું છે. બંને માતા અને પુત્રી ભાજપમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કિરણે રાજીનામું સોંપતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા. તેમણે પોતાના રાજીનામમાં લખ્યું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ની પ્રાથમિક સભ્યતાથી રાજીનામું આપી રહ્યો છે.
તેમણે લખ્યું કે, હું છેલ્લા 4 દશકોથી કોંગ્રેસ પાર્ટીની એક વફાદાર અને દૃઢ સભ્ય રહી છું. સાથે જ આ વર્ષોમાં મેં પોતાનું જીવન પાર્ટી અને એ લોકો માટે સમર્પિત કરી દીધું છે, જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. કિરણે આગળ લખ્યું કે, આધુનિક હરિયાણાના નિર્માતા બંસીલાલ અને મારા દિવંગત પતિ. ચૌધરી સુરેન્દ્ર સિંહના સમૃદ્ધ વારસાનું પણ પ્રતિનિધિત્વ કરું છું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત સંપત્તિના રૂપમાં ચલાવવામાં આવી રહી છે. પાર્ટીમાં મારા જેવા ઈમાનદાર અવાજો માટે કોઈ જગ્યા નથી.
मैंने कांग्रेस की प्राथमिक सदस्यता से त्यागपत्र दे दिया है।
— Kiran Choudhry (@officekiran) June 18, 2024
हरियाणा के जनक चौ.बंसीलाल जी के संस्कारों व विचारधारा को हरियाणा में प्रसारित करना और
क्षेत्र एवं प्रदेश का ईमानदारी से विकास करना मेरी हमेशा प्राथमिकता रहेगी! pic.twitter.com/kxtw7PgZMz
તેમણે કહ્યું કે, મારા અવાજને દબાવીને મને અપમાનિત કરવામાં આવી છે. સાથે જ મારી વિરુદ્ધ ષડયંત્ર પણ રચવમાં આવ્યું છે. લોકોનું પ્રતિનિધિત્વ કરવા અને મૂલ્યોને બનાવી રાખવા માટે મારા મહેનતી પ્રયાસોમાં બાધા ઉત્પન્ન કરવામાં આવી રહી છે. કિરણ ખેરે કહ્યું કે, મારું લક્ષ્ય અને ઉદ્દેશ્ય હંમેશાં રાજ્ય અને દેશના લોકોની સેવા કરવાનું છે. હવે હું એવી બાધાઓ હેઠળ કામ કરવામાં અસમર્થ છું.
શ્રુતિ ચૌધરીએ પોતાના રાજીનામામાં હરિયાણા કોંગ્રેસ પર દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવતા રાજીનામું આપ્યું. શ્રુતિએ કહ્યું કે, હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી સ્વાર્થી થઈ ગઈ છે અને હું પોતાના હિતો સાથે સમજૂતી નહીં કરી શકું. એટલે હવે મારા માટે આગળ વધવાનો સમય છે જેથી હું પોતાના લોકોના હિતોને બનાવી રાખી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp