અહીં વાનરોને ખવડાવવા પર લાગશે 5000નો દંડ, સરકારે જાહેર કર્યુ ફરમાન, જાણો કારણ

PC: curlytales.com

સિક્કિમના વન, પર્યાવરણ અને વન્યજીવ વિભાગે કહ્યું કે, વાનરોને ખાવાનું ખવડાવવા કે ખાદ્ય અપશિષ્ટનું અનુચિત રીતે સંચાલન કરવું ગુનો માનવામાં આવશે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર 5 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. વન, પર્યાવરણ અને વન્યજીવ વિભાગે કહ્યું કે, મકાઉ પ્રજાતિના વાનરો એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 અને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 હેઠળ ભોજન ખવડાવવું સખત રૂપે વર્જિત છે.

સિક્કિમના મુખ્ય વન્યજીવ વોર્ડન સંદીપ તાંબેએ 19 ઑગસ્ટના રોજ એક સાર્વજનિક નોટિસમાં કહ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ બાબતે પ્રકાશ નાખવાનું છે, જે આપણાં બધાની સુરક્ષા અને ભલાઈ સંબંધિત છે. માણસો દ્વારા મકાઉ પ્રજાતિના વાનરોને ભોજન ખવડાવવા અને ખાદ્ય અપશિષ્ટને અનુસચિત સંચાલનના પરિણામ સ્વરૂપ તેમની વસ્તીમાં અપ્રાકૃતિક રૂપે વૃદ્ધિ થઈ છે. તેના પરિણામ સ્વરૂપ, શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને માણસો અને વાનરો વચ્ચ સંઘર્ષની વધતી ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે હવે એક સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મુદ્દો બની ગયો છે.

તેમણે કહ્યું કે, એ ઓળખવું આવશ્યક છે કે તેમને ખાવાનું ખવડાવવું અને ખાદ્ય અપશિષ્ટનું સંચાલન કરવું જોખમ તેમજ ચિંતાનો વિષય છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માણસો દ્વારા પાળવામાં આવેલા વાનરોમાં ડરની ભાવના સમાપ્ત થઈ જાય છે અને હવે વાનરોએ લોકોના ભોજન સામગ્રી સાથે પોતાને જોડી લીધા છે અને તેઓ ધીરે ધીરે આક્રમક થતા જાય છે. વાનર જંગલી પ્રાણી છે અને તેનો વ્યવહાર અભૂતપૂર્વ થઈ શકે છે. તેમને ભોજન ખવડાવવાથી તેઓ માણસો પાસે જવા માટે પ્રોત્સાહિત થાય છે, જેના પરિણામસ્વરૂપ વાનરોના બચકાં ભરવા અને તેમના કારણે ઇજા થવાની ઘટનાઓનું જોખમ વધી જાય છે. મહિલાઓ અને બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જંગલોમાં ભોજન શોધવાની કવાયતની જગ્યાએ વાનરોને જ્યારે બનાવેલું ભોજન ઉપલબ્ધ થઈ જાય છે તો પછી તેઓ માણસો પાસેથી ભોજન મળવાની આશામાં ઓફિસો, ઘરો, ધાર્મિક સ્થળો, સુપર માર્કેટ તેમજ દુકાનોમાં જવાની શરૂઆત કરી દે છે. માનવ ખાદ્ય ઉત્પાદન કેલોરીથી ભરપૂર હોય છે અને ભોજન સરળતાથી પચવા યોગ્ય સ્ત્રોત હોય છે, પરંતુ ખાદ્ય પદાર્થ તણાવનું સ્તર વધારે છે અને ટોળાઓ વચ્ચે આક્રમકતા વધારે છે એટલે વાનરોને ભોજન ઉપલબ્ધ કરાવવાથી તેમના પ્રાકૃતિક વ્યવહારનું પયટર્ન અને વ્યવહારમાં બાધા આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp