સરકારને કાયદો બનાવતા નહીં રોકી શકે રાજ્યપાલ, કેરળ સરકારની અરજી પર SCની ટિપ્પણી

PC: indiatoday.in

લંબિત બિલો પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ કેરળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, રાજ્યપાલ રાજ્ય સરકારને કાયદો બનાવતા નહીં રોકી શકે. કાર્યવાહીની શરૂઆત બાદથી રાજ્યપાલ આરિફે વિધાનસભામાંથી પાસ થયેલા 8માંથી 7 બિલને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને બિલો પર ચર્ચા કરવા માટે સંબંધિત મંત્રી સાથે મુખિયમંત્રી પિનારાઈ વિજયનને મળવા કહ્યું.

મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે રાજ્યપાલ કાર્યાલય તરફથી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ આર. વેંકટરમણીની દલીલો પર ધ્યાન આપ્યું કે, 7 બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે, જ્યારે એક બિલને ખાને સહમતિ આપી દીધી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સમયબદ્ધ રીતે વિધાનસભા દ્વારા પાસ ધારાસભ્યોને સહમતી આપવા કે અસ્વીકાર કરવા પર રાજ્યપાલો માટે દિશા-નિર્દેશ જાહેર કરવાની પોતાની અરજીમાં સંશોધન કરવાની મંજૂરી આપી છે.

CJIએ કહ્યું કે, ‘અમે રેકોર્ડ કરીશું કે રાજ્યપાલ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી બંને સાથે બિલ સાથે સંબંધિત મામલા પર ચર્ચા કરીશે. અમે આશા રાખીએ છીએ કે કેટલીક દૂરદર્શિતા કાયમ રહેશે. અન્યથા અમે અહી કાયદો બનાવવા અને સંવિધાન હેઠળ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે છીએ. શરૂઆતમાં રાજ્ય તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે, સમય આવી ગયો છે કે કોર્ટ માટે કેટલાક દિશા નિર્દેશ નક્કી કરવામાં આવે કે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે ક્યારે અનામત કરી શકાય છે. રાજ્યપાલે બિલો પર બેસી રહેવાની મંજૂરી નહીં આપી શકાય.

પીઠે આ મુદ્દા પર દિશા નિર્દેશ નક્કી કરવા પર વિચાર કરવા માટે તેને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લીધો. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કેરળના રાજ્યપાલને એડિશનલ મુખ્ય સચિવ સાથે પંજાબના કેસમાં પોતાના હાલના નિર્ણયનો સંદર્ભ આપવા કહ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યપાલ કાયદો બનાવવાની સામાન્ય પ્રક્રિયાને નિષ્ફળ નહીં કરી શકે. કેરળ સરકારે દાવો કર્યો કે, રાજ્યપાલ પોતાની સહમતી રોકીને 8 બિલો પર વિચાર કરવામાં મોડું કરી રહ્યા છે અને એ લોકોના અધિકારોની હાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp