બાથરૂમમાં ધો.10ના વિદ્યાર્થીએ ટ્યૂશનના મહિલા ટીચરના અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા

PC: twitter.com

મહારાષ્ટ્રના પૂણેમાં એક સગીર વિદ્યાર્થીની આશ્ચર્યચકિત કરતી ઘટના સામે આવી છે. આરોપ એ છે કે તેને પોતાની ટ્યુશન ટીચરના અશ્લીલ વીડિયો બનાવ્યા છે, તે વિદ્યાર્થીની ઉંમર માત્ર 16 વર્ષ છે અને તે 10મા ધોરણમાં ભણે છે. તેના માતા-પિતાને છેલ્લા 5 વર્ષોથી તેને ઘર પર ભણાવવા માટેની જવાબદારી મહિલા ટીચરને આપી હતી. મહિલા ટીચર આરોપી વિદ્યાર્થીને પૂણેના કોથરુડ વિસ્તારમાં ઘરે આવીને ભણાવતી હતી, તે વિદ્યાર્થીને અંગ્રેજી વિષય ભણાવતી હતી.

આવી રીતે થયો ખુલાસો 

મહિલા ટીચરે પોતાના વિદ્યાર્થીની ગંદી હરકત વિશે શુક્રવારે જાણ થઇ હતી, જ્યારે તે તેની ટ્યુશન લેવા માટે તેના ઘરે ગઈ હતી. આ દરમિયાન ટીચર જ્યારે વિદ્યાર્થીના ઘરના બાથરૂમનો ઉપયોગ કરવા બાથરૂમમાં ગઈ હતી, ત્યારે તેને સાબુના ડબ્બાની પાછળ કંઈક ચમકતી વસ્તુ દેખાઈ હતી, ટીચરે જ્યારે ડબ્બાને ત્યાંથી હટાવ્યું, ત્યારે તેને ત્યાં મોબાઈલ મળ્યો હતો, જેમાં વીડિયો રેકોર્ડીંગ શરૂ હતું.

મહિલા ટીચરના હતા અનેક વીડિયો

ટીચર તે મોબાઈલ પોતાની સાથે ઘર લઇ ગઈ અને તેને ચેક કર્યું, ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. કેમ કે. મોબાઈલમાં તેના અનેક વીડિયો રેકોર્ડ કરેલા હતા, આ તમામ વીડિયો બાથરૂમમાં લીધા હતા. મોબાઈલમાં પોર્ન સાઈટના વીડિયો અને એક કોલ ગર્લ સાથે કરેલી અશ્લીલ ચેટીંગ પણ મળી હતી. ઘર પર માતા-પિતાની વચ્ચે થયેલા ઝઘડાઓ અને વિવાદના પણ અનેક વીડિયો પણ મોબાઈલના એક ફોલ્ડરમાંથી મળ્યા છે.

નાબાલિક વિરુદ્ધ નોંધાયો કેસ

મહિલા ટીચરે પૂણેના અલંકાર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષીય સગીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે I.T. એક્ટ હેઠળ સગીર વિદ્યાર્થી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સગીર હોવાના કારણે તેને બાળ નિરીક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે. હાલમાં પોલીસે વિદ્યાર્થીનો ફોન જપ્ત કરી લીધો છે અને તેમાંથી તેમને એક આપત્તિજનક વીડિયો મળ્યો છે. આ સમયે વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા ચાલતી હોવાથી હાલમાં તેના પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, પણ તેને ન્યાય બોર્ડની સમક્ષ હાજર કરવામાં આવ્યું છે, મામલાની તપાસ શરૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp