ગર્લ્સ હોસ્ટેલના મેડિકલ ચેકઅપમાં ધો.7ની વિદ્યાર્થીની 3 મહિનાની ગર્ભવતી નીકળી

PC: naitaaqat.in

મધ્યપ્રદેશના વિદિશામાં ગર્લ્સ હોસ્ટેલમાં નિયમિત મેડિકલ ચેકઅપ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સાતમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરોએ તપાસ બાદ જણાવ્યું કે, તેના પેટમાં ત્રણ મહિનાની પ્રેગ્નન્સી છે. યુવતીએ જણાવ્યું કે તેના 40 વર્ષના પિતરાઈ ભાઈએ તેની સાથે એક મહિના સુધી દુષ્કર્મ કર્યું હતું. મધ્યપ્રદેશના વિદિશામાંથી સંબંધોને વેરવિખેર કરી નાંખે તેવો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા ભાઈએ 13 વર્ષની સગીર બહેન પર એક મહિના સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાનો ખુલાસો થતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 40 વર્ષીય પિતરાઈ ભાઈની ધરપકડ કરી હતી. કાઉન્સિલિંગ દરમિયાન પીડિતાએ જણાવ્યું કે, સતત એક મહિના સુધી તેની સાથે આવું ખોટું કામ થતું રહ્યું હતું.

7માં ધોરણમાં ભણતી પીડિતાએ જણાવ્યું કે, તેના માતા-પિતા નથી. મોટી બહેનના લગ્ન બાદ ભાઈએ તેને હોસ્ટેલમાં ભણવા મોકલી હતી. 2 મહિના પહેલા જ્યારે તે ઘરે આવી ત્યારે તેની ફોઈના દીકરાએ એક મહિના સુધી તેની સાથે સતત બળાત્કાર કર્યો હતો. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ડરના કારણે તેણીએ કોઈને કંઈ કહ્યું નહીં અને પછી હોસ્ટેલમાં આવી ગઈ.

એક દિવસ ગર્લ્સ હોસ્ટેલમાં રૂટીન મેડિકલ ચેકઅપ થયું હતું. તમામ યુવતીઓની સાથે આ સગીરાની પણ તપાસ કરવામાં આવી, તો તે 3 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું. હોસ્ટેલની વોર્ડને આ અંગે CWC (બાળ કલ્યાણ સમિતિ)ને જાણ કરી હતી. ટીમના સભ્યોએ સગીરનું કાઉન્સેલિંગ કર્યું હતું. તો પીડિતાએ પોતાના પર વીતેલી બધી કહાની તેમને કહી સંભળાવી. આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી અને કેસ નોંધવામાં આવ્યો.

આ મામલે એડિશનલ SP સમીર યાદવે જણાવ્યું કે, નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સગીર છોકરીની ઉંમર નાની છે, તે ગર્ભવતી છે. તેથી જ તેને ગર્ભપાત માટે જિલ્લા હોસ્પિટલ વિદિશામાં દાખલ કરવામાં આવી છે. પીડિતાના ભવિષ્યને જોતા, તેને તેના પુનર્વસન અને અસ્થાયી નિવાસ માટે ભોપાલના બાલિકા સમ્પેક્ષન ગૃહમાં ખસેડવામાં આવશે, હાલ પૂરતી તેને વિદિશાના ફર્સ્ટ સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે.

બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પ્રેમસિંહ ધાકડે જણાવ્યું કે, સગીર છોકરી હોસ્ટેલમાં રહેતી હતી. હોસ્ટેલ અને મેડિકલ ટીમ દ્વારા સમગ્ર મામલો બાળ કલ્યાણ સમિતિના ધ્યાને લાવવામાં આવ્યો હતો. તેની સાથે શારીરિક શોષણ થયું છે. જ્યારે છોકરી અમારી પાસે આવી ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી, જ્યારે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે તેનો નજીકનો સંબંધી તેને લઈ ગયો હતો. આ જ સંબંધીના ઘરે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ બાદ અમે આ મામલાની તપાસ કરી છે અને પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp