આ શહેરમાં ઉર્દૂમાં સંભળાવવામાં આવે છે રામાયણ, મૌલવી બાદશાહ હુસેને..
બિકાનેરમાં દર દિવાળીએ એક અનોખી પરંપરા જોવા મળે છે. આ પરંપરા હેઠળ હિન્દુ ધર્મ ગ્રંથ રામયણનું ઉર્દૂ વર્ઝન લોકોને સંભળાવવામાં આવે છે. આ આયોજન દર વર્ષે થાય છે અને આ આયોજનામાં ઉર્દૂના શાયરોને બોલાવવામાં આવે છે. રામાયણના ઉર્દૂ વર્ઝનને હિન્દુ અને મુસ્લિમ બંને જ સમુદાયોના લોકો પ્રેમ અને સદ્વભાવ સાથે સાંભળે છે. ઉર્દૂમાં આ રામાયણ લગભગ 89 વર્ષ અગાઉ લખવામાં આવી હતી અને ત્યારે તેમને બનારસ યુનિવર્સિટી દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યું હતું.
આ વખત ઉર્દૂના શિક્ષક અને શાયર ડૉક્ટર જિયા ઉલ હસન કાદરીએ એક સમારોહમાં 2 અન્ય મુસ્લિમ શયરો સાથે ઉર્દૂ રામયણનો પાઠ કર્યો. કાદરીનું કહેવું છે કે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય સદ્વભાવ અને ભાઇચારાનો સંદેશ આપવાનું છે, જેથી બધા લોકો હળીમળીને રહે. કાર્યક્રમનું આયોજન પર્યટન લેખક સંઘ અને મહફિલ-એ-અદબ દ્વારા દર વર્ષે સંયુક્ત રૂપે કરવામાં આવે છે. કાદરીનું કહેવું છે કે રામાયણના આ ઉર્દૂ વર્ઝનમાં રામાયણના દૃશ્યો, ભગવાન રામના વનવાસ, રાવણ પર જીત હાંસલ કરવા અને અયોધ્યા ફરવાનું એકદમ સજીવ વર્ણન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે શહેરના બધા લોકો તેને ખૂબ પસંદ કરે છે.
બિકનેરના મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ 1935માં ગોસ્વામી તુલસીદાસની જયંતી પર બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વરા આયોજિત એક પ્રતિયોગિતા માટે ઉર્દૂ ભાષામાં રામાયણનું આ વર્ઝન તૈયાર કર્યું હતું. ત્યારે તેને પ્રતિયોગીતામાં ગોલ્ડ મેડલ મળ્યું હતું, ત્યારબાદ બિકાનેરના તત્કાલીન શાસક મહારાજા ગંગા સિંહે રાણા લખનવીના રામાયણના આ ઉર્દૂ વર્ઝનને સાંભળવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કાદરીએ જણાવ્યું કે એ જ કાર્યક્રમમાં તેજ બહાદુર સપ્રૂએ બનારસ યુનિવર્સિટી હિન્દુ યુનિવર્સિટી તરફથી રાણા લખાનવીને ગોલ્ડ મેડલ આપ્યું હતું. કાદરી દર દિવાળી પર થનારા રામાયણના ઉર્દૂ વર્ઝનના વાંચનની આ પરંપરાને આગળ વધારવા માગે છે. આ પરંપરા વર્ષ 2012થી ચાલતી આવે છે અને કાદરી હવે તેને આગળ લઈ જવા માગે છે. કાદરીએ જણાવ્યું કે ઉર્દૂ રામાયણનો પાઠ મુસ્લિમ કવિ કરે છે અને તેમને સાંભળવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને જ સમુદાયના લોકો કાર્યક્રમમાં સામેલ થાય છે.
અગાઉ આ કાર્યક્રમનું આયોજન કોઈ ખુલ્લી જગ્યાએ કરવામાં આવતું હતું, પરંતુ પછી આયોજન સ્થળ એ કારણે બદલાઈ ગયું કેમ કે હૉટલમાં કાર્યક્રમના આયોજનથી જરૂરી વ્યવસ્થા કરવી સરળ થઈ જાય છે. કાદરીએ જાણકારી આપી કે મૌલવી બાદશાહ હુસેન રાણા લખનવીએ 1913 થી 1919 સુધી તત્કાલીન રાજ્ય ગંગા સિંહ માટે કામ કર્યું હતું અને આ દરમિયાન તેમણે મુઘલ શાસકો દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોનું ફારસીમાંથી ઉર્દૂમાં અનુવાદ કર્યું હતું. વર્ષ 1920માં ગંગા સિંહે તેમને ડુંગર કૉલેજમાં શિક્ષક તરીકે નિમણૂક કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp