3 વર્ષના દીકરાએ રાત્રે પથારીમાં પેશાબ કર્યો, ઊંઘ ઉડી જતા પિતાએ કરી બાળકની હત્યા
પિતા તેના બાળકોનું ધ્યાન રાખવામાં કોઈ પણ કસર છોડતા નથી. બાળકની કોઈ પણ જરૂરિયાત હોય તો તે પિતા પૂર્ણ કરે છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક પિતાની ક્રુરતાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં બાળકે પથારીમાં પેશાબ કરતા પિતાએ બાળકની હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ પોલીસે બુધવારના રોજ હત્યારા પિતાની ધરપડક કરી લીધી છે.
રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના હમીરપુરના છાની ખુર્દ ગામમાં સંતરામ પ્રજાપતિ તેની પત્ની અને બાળકોની સાથે રહે છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે સંતરામ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં સંતરામને બે દીકરી અને એક 3 વર્ષનો દિકરો છે. દીકરાનું નામ રવીન્દ્ર છે. સંતરામ પરિવારના સભ્યોને સાથે લઇને થોડા દિવસો પહેલા હથેરુઆ ગામમાં આવેલી એક ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કામ કરવા માટે ગયો હતો. જે જગ્યા પર સંતરામ કામ કરતો હતો ત્યારે જ તે કાચા મકાનમાં રહેતો હતો. 15 ડિસેમ્બરના રોજ સંતરામના દીકરા રવીન્દ્રએ પથારીમાં પેશાબ કર્યો હોવાના કારણે તેની ઊંઘ ઉડી ગઈ હતી. આ કારણે સંતરામે બાળકને માર મારવાનું શરૂ કર્યું હતું.
પિતા રાત્રીના સમયે અચાનક બાળકને માર મારવા લગતા દીકરીઓ પણ ઉઠી ગઈ હતી. આવેશમાં આવીને સંતરામે બાળકને જમીન પર પાછળીને તેની હત્યા કરી નાંખી હતી. આ ઉપરાંત પરિવારના સભ્યોને ધમકી આપી હતી કે, આ ઘટનાની જાણ કોઈને પણ થશે તો પરિવારના સભ્યોને પણ મારી નાંખીશ. ઘટનાના બીજા દિવસે સંતરામ બાળકને મૃતદેહને થેલામાં નાંખીને પરિવારના સભ્યોની સાથે પોતાના ગામ છાની ચાલ્યો ગયો હતો. છાની પહોંચ્યા પછી આ ઘટનાની જાણ બાળકની માતાએ તેના ભાઈને કરતા તેને સમગ્ર મામલે પોલીસેને આ બાબતે માહિતી આપી હતી. તેથી પોલીસે સમગ્ર ઘટનાને પગલે સંતરામની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધીને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ બાબતે તપાસ અધિકારીએ SP બૃજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બાળકની હત્યા કરનાર મજૂરી કરવા માટે આવ્યો હતો. આ ઘટના 15 તારીખની છે. છોકરાએ પથારીમાં પેશાબ કર્યો હતો. આ વાતને લઇને તેના પિતાએ આવશેમાં આવીને બાળકને માર માર્યો હતો, ત્યારબાદ બાળકની હત્યા કરી દીધી હતી. બાળકની હત્યા કર્યા પછી પિતા બાળકના મૃતદેહની સાથે પત્ની અને દીકરીને લઇને તેના ગામ છાની ચાલ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ બાળકની માતાએ તેના ભાઈને કરી હતી. ત્યારબાદ મહિલાના ભાઈ દ્વારા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ બાબતે પોલીસે તપાસ કરીને બાળકની હત્યા કરનારા પિતાની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં પણ બાળકના પિતાએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. આ બાબતે પોલીસે બાળકના પિતા વિરુદ્ધ હત્યાની કલમો અનુસાર ગુનો નોંધ્યો છે. પોલીસે બાળકના પિતાની ધરપકડ કરી છે અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp