ગુજરાતીઓની કમાણી ઘટી છતા દેશમાં સૌથી વધારે કમાય છે
ગુજરાતમાં માથાદીઠ આવક બજાર ભાવે 160028 રૂપિયા અંદાજવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો દર્શાવે છે. આવક ઘટવાના અનેક કારણો સાથે કોરોના સંક્રમણ પણ જવાબદાર હોઇ શકે છે. ગયા વર્ષે માથાદીઠ આવક 164310 રૂપિયા હતી જેમાં 2.6 ટકા એટલે કે 4282 રૂપિયા ઓછી જોવા મળી છે. જો કે ભારતની કુલ માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક વધુ જોવા મળી છે. ભારતમાં ચાલુ ભાવે માથાદીઠ આવક 150326 રૂપિયા જોવા મળી છે.
ગુજરાત સરકારની 2021-22ની સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કૃષિ અને ઔદ્યોગિક સ્થિતિ એકંદરે માઇનસમાં જોવા મળી છે. રાજ્યમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે જ્યારે કપાસ અને તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019-20ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 95.73 લાખ ટન થયું હતું જે વધીને 2020-21માં 102.92 લાખ ટન થયું છે. બીજી તરફ કપાસનું ઉત્પાદન 86.24 લાખ ગાંસડી થી ઘટીને 72.17 લાખ ગાંસડી અને તેલીબિયાંનું ઉત્પાદન 66.52 લાખ ટનથી ઘટીને 62.30 લાખ ટન થયું છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બે વર્ષના તુલનાત્મક અભ્યાસ પ્રમાણે ફળોનું ઉત્પાદન 93.61 લાખ ટન થી ઘટીને 82.51 લાખ ટન, મસાલા પાકોનું ઉત્પાદન 10.96 લાખ ટન થી ઘટીને 11.99 લાખ ટન તેમજ ફુલોનું ઉત્પાદન 1.96 લાખ ટન થી ઘટીને 1.89 લાખ ટન થયું છે. જો કે શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. બે વર્ષની તુલનાએ શાકભાજીનું ઉત્પાદન અનુક્રમે 132.30 લાખ ટન અને 154.11 લાખ ટન રહ્યું છે.
દેશની કુલ વસતીના ફક્ત 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં 8.36 ટકાનો હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા સાથે રાજ્ય અગ્રેસર રહ્યું છે. બીજી તરફ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17.44 ટકા છે જ્યારે બિન પરંપરાગત ઉર્જામાં 12.09 ટકા હિસ્સો ધરાવે છ ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 કેવીએચ થયો છે. સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદનમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp