IT અધિકારીઓને બોલ્યા આઝમ ખાન-ભેંસોની ડેરીથી આવે છે આટલા રૂપિયા તેનાથી ઘર ચાલે છે

PC: indianexpress.com

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP)ના વરિષ્ઠ નેતા આઝમ ખાનના ઘર પર ઇનકમ ટેક્સ (IT)ની કાર્યવાહી આજે સમાપ્ત થઈ શકે છે. IT ટીમ સતત ત્રીજા દિવસે આ કાર્યવાહી કરી રહી છે. બધા દસ્તાવેજો અને એક-એક વસ્તુને સૂક્ષ્મતાથી શોધવામાં આવી રહ્યા છે, પૂર્વ મંત્રીએ IT અધિકારીઓને જણાવ્યું કે, તેમનો એકમાત્ર આવકનો સ્ત્રોત ભેંસોની ડેરી છે. દૂધ વેંચવાથી દિવસના 20 હજાર રૂપિયા આવે છે, એ જ આવકથી ઘર ચાલે છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, પોતાની સમાજવાદી પાર્ટીને લઈને આઝમ ખાનનો દર્દ સતત દેખાઈ રહ્યો છે.

આઝમ અને પુત્ર અબ્દુલ્લા ખાન બંને જ પોતાની જેલમાં ગુજારેલ દિવસોની કહાની IT અધિકારીઓને બતાવી રહ્યા હતા. આઝમ ખાને અધિકારીઓને જણાવ્યું કે, તેમને પાર્ટીથી એટલી મદદ મળી નથી, જેટલી મળવી જોઈતી હતી. તેની સાથે જ એક વરિષ્ઠ અધિકારી સાથે વાતચીતમાં આઝમ ખાને કહ્યું કે, જે લોકોને મેં સત્તા પર બેસાડ્યા એ જ લોકો સાથ આપતા તો આ સ્થિતિ ન થતી. જો કે, મને કોઈ ચિંતા નથી. મારી સાથે અહીની પબ્લિકનો સપોર્ટ છે, જેમણે 10 કરતા વધુ વખત મને ધારાસભ્ય બનાવ્યો.

3 દિવસની કાર્યવાહી બાદ ITને ખબર પડી કે એક પ્રાઇવેટ ટ્રસ્ટ રહેતા પણ સરકારી વિભાગોના 150 કરોડ રૂપિયા આઝમ ખાનની જૌહર યુનિવર્સિટીમાં લગાવવામાં આવ્યા. તપાસમાં ખબર પડી કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન જ્યારે પણ કેબિનેટથી કૉલેજ કે પછી અન્ય જનહિતમાં કોઈ પ્રોજેક્ટ પાસ થતો હતો તો તેને ક્યાંક દૂર ન બનાવીને યુનિવર્સિટીની અંદર જ બનાવી દેવામાં આવતા. જ્યારે અધિકારીઓએ સવાલ પૂછ્યો તો આઝમ ખાને જણાવ્યું કે, આ પૈસા ટ્રસ્ટના પ્રાઇવેટ ફંડમાં ન આવીને સીધા સરકારી વિભાગ તરફથી કોન્ટ્રાક્ટને આપવામાં આવ્યા, જેથી અધિકારી અને કેબિનેટના નિર્ણય તપાસના ઘેરામાં આવી શકે છે, પરંતુ વ્યક્તિગત રૂપે તેમાં મારી કોઈ ભૂલ નથી.

હવે IT અધિકારી PWD ઓફિસમાં બધી ફાઈલો શોધવામાં લાગ્યા છે અને અધિકારીઓની પૂછપરછ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટી સરકારની કેબિનેટ નિર્ણયની ફાઇલ અને નોટિસને પણ જોવામાં આવી રહી છે કે આખરે કઇ રીતે સરકારી પૈસાને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લગાવવામાં આવ્યા? તેની સાથે IT વિભાગને ખબર પડી છે કે આઝમ ખાનનો સૌથી ખાસ વ્યક્તિ સહારનપુરવાળો દીપક ગોયલ છે. ઉલ્લેખનીય છે કે ગોયલના ઘર પર પણ IT અધિકારીઓએ ડેરો નાખ્યો છે. ITની ટીમને પુરાવા મળ્યા છે કે કેવી રીતે સરકારી પૈસા સાથે કાળા ધનનું રોકાણ જૌહર યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું, જેમાં આઝમ ખાનના ઘણા નજીકના સામેલ હતા.

ઘરમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન IT સાથે વાતચીતમાં આઝમ ખાને પોતાનું દુઃખ જણાવ્યું. વરિષ્ઠ નેતાએ પાર્ટી વિરુદ્ધ પણ નિરાશા વ્યક્ત કરી. સાથે જ આરોપ લગાવ્યો કે વીજળી વિભાગે મારા માટે અલગથી ફિડર લગાવી રાખ્યું છે એટલે મન ફાવે ત્યારે વીજળી કાપીને અત્યાચાર કરે છે. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશન મારે ત્યાં નાળાની સફાઇ કરતું નથી. નાળામાં પાણી ભરાઈ જાય છે. અમે લોકો નર્કની જિંદગી જીવી રહ્યા છીએ. તો IT વિભાગના અધિકારી પણ આઝમ ખાનને દિવસમાં 5 વખત નમાજ વાંચવા અને આરામ કરવા માટે સમય આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp