INDIA ગઠબંધન એ પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી રહ્યું છે, જે ગઠબંધનમાં નથી
આગામી ઝારખંડની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી ગડમથલ વચ્ચે એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં INDIA ગઠબંધન પર કોઈ પક્ષના ચૂંટણી ચિન્હનો પરવાનગી વગર ઉપયોગ કરવાનો આરોપ છે. આ મામલે CPI (માર્કસવાદી)એ ચૂંટણી પંચને પત્ર લખીને ગઠબંધનની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઝારખંડ ચૂંટણી માટે INDIA ગઠબંધનનો ભાગ ન હોવા છતાં, પાર્ટીના ચૂંટણી ચિન્હ (હથોડી, સિકલ અને સ્ટાર)નો ઉપયોગ તેના સાથી પક્ષોના નેતાઓ પરવાનગી વિના કરી રહ્યા છે. આ સંદર્ભમાં CPIના ઝારખંડ રાજ્ય સચિવે બુધવારે પત્ર લખીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
મંગળવારે, જ્યારે INDIA ગઠબંધનના સહયોગીઓએ રાંચીમાં તેમનો સંયુક્ત ઢંઢેરો બહાર પાડ્યો હતો, ત્યારે તે કાર્યક્રમમાં નેતાઓની પાછળ મૂકવામાં આવેલા હોર્ડિંગ્સ પર CPI(M) નું ચૂંટણી ચિહ્ન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
તેની ફરિયાદમાં, CPI(M)એ જણાવ્યું હતું કે, રાજ્યમાં 81 બેઠકો પર યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી INDIA ગઠબંધનનો ભાગ નથી, અને તે 9 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે. પાર્ટી રાજ્યમાં INDIA ગઠબંધનમાં સમાવિષ્ટ પાર્ટીઓમાં સીટની વહેંચણીમાં પણ સામેલ નથી, પરંતુ તેમ છતાં પાર્ટીના રાજ્ય મુખ્યાલયને દરેક જગ્યાએથી માહિતી મળી રહી છે કે, કોંગ્રેસ અને JMM દ્વારા ચૂંટણી પ્રચારમાં અમારા ચૂંટણી પ્રતીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે અમે જે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છીએ તે અંગે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ રહી છે.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે 'તેથી, તમને વિનંતી કરવામાં આવે છે કે CPI (M) ઝારખંડ રાજ્ય સમિતિનો આ વાંધો નોંધો અને અમારી પાર્ટીના ચૂંટણી ચિન્હનો દુરુપયોગ થતો બંધ કરો. આ પત્ર સાથે CPI(M)ના ચૂંટણી ચિન્હના ઉપયોગના કેટલાક પુરાવા જોડાયેલા છે.
આ અંગે માહિતી આપતા CPI (M)ના રાજ્ય સચિવ ઓમ પ્રકાશ ઉર્ફે પ્રકાશ વિપ્લવે કહ્યું કે 'કોંગ્રેસ, JMM અને RJDની સાથે માત્ર CPI (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન ઝારખંડમાં INDIA ગઠબંધનનો ભાગ છે, જેનું ચૂંટણી પ્રતીક લાલ પૃષ્ઠભૂમિમાં સફેદ ધ્વજ પર ત્રણ તારાઓ છે.'
CPIM Jharkhand State Secretary writes a complaint to the Election Commission saying the CPIM election symbol is being used by Congress and JMM without permission. pic.twitter.com/61l4ib8hjO
— CPI (M) (@cpimspeak) November 6, 2024
તેમણે વધુમાં કહ્યું કે, 'જ્યારે અમારી પાર્ટીનું ચૂંટણી ચિન્હ હથોડી, દાતરડું અને સ્ટાર છે અને તેનો ઉપયોગ INDIA ગઠબંધનના સહયોગીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પાર્ટીના ઉમેદવારો અને મતદારોમાં મૂંઝવણ ઊભી થઈ છે.' તેમણે કહ્યું, 'અમે ચૂંટણી પંચને પક્ષના ચિન્હનો દુરુપયોગ રોકવા માટે વિનંતી કરી છે.'
અહીં તમને જણાવી દઈએ કે, 81 સભ્યોની ઝારખંડ વિધાનસભા માટે 13 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp