ભારત ચીનને પાછળ છોડીને સૌથી વધારે વસતી ધરાવતો દેશ બન્યો

PC: tv9hindi.com

ભારતે આબાદીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર ભારત હવે વિશ્વનો સૌથી વધારે આબાદી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની આબાદી 142.86 કરોડ પહોંચી ગઇ છે જ્યારે, ચીનની જનસંખ્યા 142.57 કરોડ છે. ભારતની આબાદી હવે 29 લાખ વધારે થઇ ગઇ છે. આ પહેલી વખત છે કે, ભારતની જનસંખ્યા 1950 પછીથી ચીનની આગળ નીકળી ગઇ હોય. સંયુક્ત રાષ્ટ્રએ ગયા વર્ષે એ અનુમાન લગાવ્યું હતું કે, આવતા વર્ષે ભારત જનસંખ્યાના મામલે ચીનને પાછળ છોડી દેશે.

આ સંબંધમાં ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, 2023એ બુધવારના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટનું નામ 8 બિલિયન લાઇવ્સ, ઇનફાઇનાઇટ પોસિબિલિટિઝ – ધ કેસ ફોર રાઇટ્સ એન્ડ ચોઇસ, છે. આ આંકડા ડેમોગ્રાફિક ઇન્ડિકેટર્સની શ્રેણીમાં આપવામાં આવ્યા છે.

UNFPAના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે કહ્યું કે, આ સ્પષ્ટ નથી કે, ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું. જેફરીઝે કહ્યું કે, ખરેખર બન્ને દેશની સરખામણી કરવા સરળ નથી. કારણ કે, બન્ને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે. તેમણે કહ્યું કે, આ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું છે કે, ચીનની આબાદી ગયા વર્ષે પોતાના ચરમ પર પહોંચી ગઇ અને તેમાં ઘટાડો આવવા લાગ્યો છે. ભારતની આબાદી હાલ વધી રહી છે. જોકે, ભારતની આબાદીના ગ્રોથ રેટમાં પણ 1980 પછીથી ઘટાડો આવવા લાગ્યો છે. તેનો મતલબ એ છે કે, ભારતની આબાદી વધી રહી છે પણ તેનો દર પહેલાની સરખામણીમાં ઓછો થઇ ગયો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતની 25 ટકા આબાદી 0થી 14 વર્ષની વચ્ચે છે. તે સિવાય 18 ટકા વસ્તી 10થી 19 વર્ષની ઉંમરના લોકોની છે. 10થી 24 વર્ષ સુધીના લોકોની સંખ્યા 26 ટકા છે. જ્યારે 15થી 64 વર્ષના લોકોની સંખ્યા 68 ટકા છે અને 65થી ઉપરના 7 ટકા લોકો છે. ચીનની વાત કરીએ તો 0થી 14 વર્ષની વચ્ચે 17 ટકા, 10થી 19ની વચ્ચે 17 ટકા, 10થી 24 વર્ષ 18 ટકા, 15થી 64 વર્ષ 69 ટકાથી ઉપરના લોકોની સંખ્યા છે. 14 ટકા છે.

અમેરિકન સરકારના એક રિપોર્ટ અનુસાર, 18મી સદીમાં આબાદી 12 કરોડની આસપાસ હશે. 1820માં ભારતની આબાદી 13.40 કરોડની આસપાસ હતી. 19મી સદી સુધી ભારતની આબાદીએ 23 કરોડનો આંકડો પાર કરી લીધો. 2001માં ભારતની આબાદી 100 કરોડને પાર કરી ગઇ. હાલ ભારતની આબાદી 140 કરોડની આસપાસ છે. 2050 સુધીમાં ભારતની આબાદી 166 કરોડની આસપાસ હશે..

ભારતમાં આબાદી વધવાના ત્રણ મોટા કારણ છે. પહેલું, શિશુ મૃત્યુ દરમાં ઘટાડો એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોત ઘટી રહ્યા છે. બીજું, નવજાત મૃત્યુ દરમાં 28 દિવસની ઉંમર સુધના બાળકોના મોતમાં ઘટાડો થઇ રહ્યો છે અને ત્રીજું, અંડર 5 મોર્ટાલિટી રેટ ઓછો થયો છે.

આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2012માં શિશુ મૃત્યુ દર દર એક હજાર બાળકો પર 42 હતો, જે 2020માં ઘટીને 28 પર આવી ગયો છે. એટલે કે, 2012માં જન્મ લેનારા દર એક હજાર બાળકોમાંથી 42 એક વર્ષ પણ ન હોતા જીવી શકતા.

આ જ રીતે દર એક હજાર બાળકો પર નવજાત મૃત્યુ દર પણ 2012માં 29 હતો જે હવે ઘટીને 20 પર આવી ગયો છે, જ્યારે, દર એક હજાર બાળકો પર અંડર 5 મોર્ટાલિટી પણ 2012માં 52 હતો, જે 2020માં ઘટીને 32 થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp