માણસમાં બર્ડફ્લૂનો અનોખો કેસ, WHOએ કરી પુષ્ટિ,જાણો બીમારીના લક્ષણ અને બચવાની રીત
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે ભારતમાં બર્ડફ્લૂ માણસમાં ફેલાવાની પુષ્ટિ કરી છે. WHOએ કહ્યું કે, H9N2 વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં 4 વર્ષના બાળકમાં આ સંક્રમણની જાણકારી મળી હતી. બાળકને શ્વાસ સાથે જોડાયેલી પરેશાની, પેટમાં દુઃખાવો અને સખત તાવ હોવા આવવા ઇમરજન્સીમાં ICUમાં દાખલ કરવામાં આવ્યું. અહી ભારતમાં H9N2 બર્ડફ્લૂનો બીજો કેસ છે. આ અગાઉ પહેલી વખત વર્ષ 2019માં આવો કેસ સામે આવ્યો હતો.
WHO મુજબ, 7 જૂને અઢી વર્ષની એક છોકરીમાં H5N1 બર્ડફલૂની પુષ્ટિ થઈ અને તેને ઓસ્ટ્રેલિયામાં ICUમાં દાખલ કરાવવામાં આવી. તેણે હાલમાં જ ભારતની યાત્રા કરી હતી. બર્ડફ્લૂ જેને એવિયન એનફ્લૂએન્જા પણ કહેવામાં આવે છે. એવિયન એનફ્લૂએન્જા ટાઈપ A વાયરસના સંક્રમણના કારણ હોય છે. WHO મુજબ, એ સામાન્ય રીતે પ્રાણીઓ વચ્ચે ટ્રાન્સફર થાય છે, પરંતુ એ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરનારા લોકોમાં આ વાયરસથી સંક્રમિત થવાનું રીસ્ક સૌથી વધારે હોય છે.
આ બીમારી વાયસરથી પીડિત પક્ષીના સંપર્કમાં આવવાથી અને તેના મળના સંપર્કમાં આવવાથી ફેલાય છે. બાળકો અને વૃદ્ધોને આ બીમારીનું જોખમ વધારે રહે છે. WHOનું કહેવું છે કે એવિયન એન્ફ્લૂએન્જા વાયરસનું સંક્રમણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો, આંખ આવવી, આંખોમાં પરેશાની, ગેસ્ટ્રાઇન્ટેસ્ટાઈનલ સિમ્પટમ જેવા પેટમાં મરોડ, ઊલટી, લુઝ મોશન અને ડાયરિયા થઈ શકે છે. ઇન્સેફેલાઇટીસ થઈ શકે છે. WHO મુજબ, એન્ફ્લૂએન્જાથી સંક્રમિત મનુષ્યોની સારવાર કરવા માટે લેબમાં ટેસ્ટ કરવામાં આવે છે. તેનું ટેસ્ટ દરેક જગ્યાએ કરવામાં આવતું નથી. આ બીમારીની સારવાર એન્ટિવાયરલ દવાઓથી કરવામાં આવે છે.
બીમારીથી કેવી રીતે બચવું?
બીમારીથી બચાવ કરવા માટે પોલ્ટ્રી ફાર્મથી દૂર રહો, જો જઇ રહ્યા છો તો તમે પોતાના નાક, કાન, આંખને પૂરી રીત કવર કરીને જાવ. ફાર્મમાં પ્રોટેક્ટિવ ગિયર લાવીને જ જાવ. હાથ-પગ સારી રીતે સાબુથી ધોવા. ઘરની સાફ સફાઇ સારી રીતે રાખો. બર્ડફ્લૂથી બચાવ કરવો હોય તો તમે કીચનની સારી રીતે સાફ સફાઇ કરો. ઈંડાનું સેવન કરવાથી દૂર રહો અને જો ઈંડાનું સેવનનું કરવું હોય તો બાફીને કરો. કાચી ડેરી પ્રોડક્ટથી દૂર રહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp