2015મા દેશનું નામ 'ભારત' કરવા અરજી થયેલી, ત્યારે મોદી સરકારે આનો વિરોધ કરેલો

PC: moneycontrol.com

ઇન્ડિયા વર્સિસ ભારતને લઇને નવી દલિલ શરૂ થઇ ગઇ છે. આ દલિલની શરૂઆત રાષ્ટ્રપતિ ભવનથી આવેલા નિમંત્રણ પત્રથી થઇ, જેમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ની જગ્યાએ ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખેલું હતું. આ નિમંત્રણ સામે આવ્યા બાદ જ વિપક્ષ હુમલાવર છે. INDIA ગઠબંધનનો દાવો છે કે, ઇન્ડિયા કે ભારત’વાળી દલિલ પાછળ ભાજપનો ડર છે. તો ભાજપ નેતા તેને ગુલામીની માનસિકતા પર ઠેસ બતાવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી દરમિયાન મોદી સરકારે કહ્યું હતું કે, દેશનું નામ ઇન્ડિયાની જગ્યાએ ભારત કરવાની જરૂરિયાત નથી. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2016માં જ ઇન્ડિયાનું નામ બદલવાને લઇને અરજી દાખલ થઇ ચૂકી છે. આવો તો જાણીએ કે ત્યારે સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું.

વર્ષ 2015માં મોદી સરકારે એક જનહિતની અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે દેશનું નામ ઇન્ડિયાની જગ્યાએ ભારત ન કરવું જોઇએ. ત્યારે કેન્દ્ર સરકાર દાવો કર્યો હતો કે, અનુચ્છેદ-1માં કોઇ પણ બદલાવ પર વિચાર કરવા માટે પરિસ્થિતિઓમાં કોઇ બદલાવ થયો નથી. ભારતનું સંવિધાન અનુચ્છેદ 1.1 સત્તાવાર અને અનૌપચારિક ઉદ્દેશ્યો માટે દેશનું નામ કેવી રીતે રાખવામાં આવે, તેના પર સંવિધાનનું પ્રાવધાન કહે છે કે, ‘ઇન્ડિયા, જે ભારત છે, રાજ્યોનું એક સંઘ હશે.’

શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટમાં દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાની માગ અગાઉ પણ ઉઠી ચૂકી છે. વર્ષ 2016માં ઇન્ડિયા નામ હટાવીને ભારત કરવાની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. ત્યારે ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર અને જસ્ટિસ યુ.યુ. લલિતે અરજીકર્તાને કહ્યું હતું કે, ભારત કહો કે ઇન્ડિયા. જે મનમાં આવે કહો. જો તમારું મન ભારત કહેવાનું છે તો કહો, જો કોઇ ઇન્ડિયા કહે છે તો કહેવા દો. 4 વર્ષ બાદ વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે ફરી ઇન્ડિયાની જગ્યાએ ભારત નામ રાખનારી અરજી ફગાવી દીધી. વર્ષ 2020માં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે, સંવિધાનમાં ભારત અને ઇન્ડિયા બંને નામ આપવામાં આવ્યા છે.

શું છે મામલો?

9 અને 10 સપ્ટેમ્બરે થનારા G20 કાર્યક્રમના નિમંત્રણને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી બધા વિદેશી ડેલિગેટ્સને મોકલવામાં આવ્યું હતું. પત્રની સૌથી ઉપર ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખેલું છે. સામાન્ય રીતે એવા નિમંત્રણમાં આપણે ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’નો ઉપયોગ થતો જોયો છે. સંવિધાનના Preambleમાં લખવામાં આવે છે કે, ‘we are the people of india.’ નોટ we are the  people of bharat. બસ અહીથી ઇન્ડિયા વર્સિસ ભારતની દલિલ શરૂ થઇ ગઇ.

ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા નિમંત્રણમાં ઇન્ડિયાની જગ્યાએ ભારત નામ એવા સમયે થયું, જ્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપનો સામનો વિપક્ષી પાર્ટીઓ દ્વારા બનાવવામાં આવેલા INDIA ગઠબંધન સાથે થવા જઇ રહ્યો છે. એવામાં વિપક્ષી પાર્ટીઓનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી INDIA ગઠબંધનથી ડરેલા છે એટલે કેન્દ્ર સરકાર ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવા જઇ રહી છે.

મોદી સરકારે 18-22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રને લઇને અત્યાર સુધી કશું જ સ્પષ્ટ થયું નથી, પરંતુ ચર્ચા છે કે સંસદના વિશેષ સત્રમાં મોદી સરકાર સંવિધાનથી ‘ઇન્ડિયા’ શબ્દ હટાવવાનો પ્રસ્તાવ લાવી શકે છે. એટલું જ નહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે પણ સોમવારે કહ્યું હતું કે લોકોએ ‘ઇન્ડિયા’ની જગ્યાએ ‘ભારત’ કહેવું જોઇએ. આપણાં દેશના નામ બે છે ભારત અને ઇન્ડિયા. ભારતીય સંવિધાનની પ્રસ્તાવનામાં લખ્યું કે, ‘ઇન્ડિયા ધેટ ઇસ ભારત’ તેનો અર્થ થયો કે દેશના બે નામ છે. આપણે ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા’ પણ કહીએ છીએ અને ‘ભારત સરકાર’ પણ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp