વિમાનનો સ્ટાફ પરફ્યુમ નહીં લગાવી શકે, નિયમ લાવવા વિચારણા

PC: Stuff.co.nz

પાયલટો માટે પરફ્યૂમના વપરાશ પર રોક લાગી શકે છે. DGCA આને લઇ નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. આ પહેલ એરપ્લેન એક્ટના કડક આલ્કોહોલ નિયમોથી જોડાયેલ છે. જેના હેઠળ આલ્કોહોલ વાળી વસ્તુઓ પર પહેલાથી જ પ્રતિબંધ છે. એવિએશન રેગ્યુલેટરે આને લઇ સિવિલ એવિએશન રિક્વાયરેમેન્ટમાં સંશોધનને લઇ સ્ટેકહોલ્ડર્સ પાસેથી સલાહ માગી છે.

રિપોર્ટ અનુસાર, DGCAએ પહેલાથી જ માઉથવોશ જેવા એલ્કોહોલિક ડ્રિંક્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે પોઝિટિવ બ્રીથ ટેસ્ટનું કારણ બની શકે છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે, ચાલક દળનો કોઇપણ સભ્ય કોઇપણ દવાનું સેવન કરશે નહીં. તેની સાથે જ માઉથવોશ, પરફ્યૂમ, ટૂથજેલ જેવા કોઇપણ પ્રોડક્ટ્સનો યૂઝ કરશે નહીં જેમાં આલ્કોહોલની માત્રા હોય. આવું કરવા પર બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. કોઈ પણ ક્રૂ મેમ્બર આ પ્રકારની દવાઓ લઇ રહ્યા છે તો તેણે ફ્લાઇટ માટે આવતા પહેલા કંપનીના ડૉક્ટરની સલાહ લેવાની રહેશે.

હજુ સુધી એ ક્લીઅર નથી કે, જે પરફ્યૂમમાં થોડી માત્રામાં આલ્કોહોલ હોય છે, શું તેને પણ ક્રૂ મેમ્બર્સ દ્વારા કપડા પર લગાવવાથી બ્રીથ ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે કે નહીં? જાણ હોય તો ભારતમાં એરલાઇન ક્રૂ માટે લીકરથી જોડાયેલા નિયમ ઘણાં કડક છે. તેને લઇ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટની ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. આ નિયમ ફ્લાઇટના દરેક ક્રૂ મેમ્બર્સ પર લાગૂ થાય છે. જે ભારતથી શેડ્યૂલ્ડ/ચાર્ટર/નોન-શેડ્યુલ્ડ ફ્લાઇટને ઓપરેટ કરી રહ્યા હોય છે. તેના અનુસાર, આ દરેક લોકો માટે ડિપાર્ચર એરપોર્ટ પર પ્રી-ફ્લાઈટ બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ જરૂરી છે.

ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સના શરીરમાં લીકરનો થોડો અંશ પણ પોઝિટિવ માનવામાં આવે છે. જેને લીધે તત્કાલ પ્રભાવથી 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. નિયમોમાં આગળ કહેવામાં આવ્યું છે કે દરેક ઓપરેટરોએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ કેમેરા પર રેકોર્ડ કરવામાં આવે. જેની રેકોર્ડિંગ 6 મહિના સુધી સુરક્ષિત રાખવાની હોય છે. DGCAએ વિમાન ઉડાવવા અને લીકરના સેવનની વચ્ચે 12 કલાકનો અંતર નક્કી કર્યો છે. આ નિયમોનું કડકાઇથી પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પાયલટ્સ અને કેબિન ક્રૂએ ભારતમાં કોઇપણ ફ્લાઇટ લેતા પહેલા બ્રીથ એનાલાઇઝર ટેસ્ટમાંથી પસાર થવાનું હોય છે. આ ગાઇડલાઇન આખા વિશ્વમાં એયરક્રૂ માટે સૌથી સામાન્ય છે. ગયા વર્ષે 41 ઈન્ડિયન પાયલટ્સ અને 11 કેબિન ક્રૂ મેમ્બર્સનું લાયસન્સ આલ્કોહોલ પોઝિટિવ આવ્યા પછી રદ્દ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp