હંગર ઇન્ડેક્સમાં ભારતને 111મો નંબર, એજન્સીઓની મંશા પર કેન્દ્રએ ઉઠાવ્યા સવાલ

PC: newindianexpress.com

દુનિયામાં ભૂખમરાને લઈને નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતનો 111મો નંબર મળ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેને જળમૂળથી નકારી દીધો છે. તેની સાથે જ સરકાર અને ઇન્ટરનેશનલ ગેર-સરકારી સંગઠનો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી લડાઈ ગુરુવારે ફરીથી શરૂ થઈ ગઈ છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગ્લોબલ હંગર ઇન્ડેક્સને નકારી દીધું છે, જેમાં ભારતને 125 દેશોમાંથી 111ના નંબરે રાખવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે કહ્યું કે, સૂચકાંક ગંભીર પ્રણાલી સંબંધિત મુદ્દાઓથી ગ્રસ્ત છે અને દુર્ભાગ્યપૂર્ણ ઈરાદાઓને દર્શાવે છે. સૂચકાંકમાં ભારતની રેકિંગને નકારતા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું કે, સૂચકાંક ભૂખનો એક ખોટો માપ છે અને ગંભીર પદ્ધતિગત મુદ્દાઓથી ગ્રસ્ત છે. સૂચકાંકની ગણતરી માટે ઉપયોગ કરવામાં આવતા 4 સંકેતોમાંથી 3 બાળકોના સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે અને આખી વસ્તીનું પ્રતિનિધિત્વ નહીં કરી શકતા નથી. ચોથો અને સૌથી મહત્ત્વપૂર્ણ સંકેતક ‘અલ્પઘોષિત (POU) જનસંખ્યા અનુપાત 3,000ના ખૂબ નાના નમૂના આકાર પર કરવામાં આવેલા જનમત સર્વેક્ષણ પર આધારિત છે.

મંત્રાલયે કહ્યું કે, પોષણ ટ્રેક પર અપલોડ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મેપ ડેટામાં સતત વૃદ્ધિ થઈ છે. તે એપ્રિલ 2023માં 6.34 કરોડથી સપ્ટેમ્બર 2023માં 7.24 કરોડ થઈ ગયો. દર મહિને ‘ચાઇલ્ડ વે સ્ટગ’ ઘટીને 7.2 ટકા થઈ ચૂક્યો છે. જો કે, GHIમાં તેને 18.7 દર્શાવવામાં આવ્યો છે. તો ઊંચાઈના હિસાબે બાળકોનું વજન ઓછું હોવાને ‘ચાઇલ્ડ વેસ્ટિંગ’ કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ સૂચકાંકમાં ભારતનો સ્કોર 28.7 છે જે ભૂખમરાના ગંભીર સ્તરને દર્શાવે છે. તો પાડોશી દેશોમાંથી પાકિસ્તન (102માં), બાંગ્લાદેશ (81માં), નેપાળ (69માં) અને શ્રીલંકા (60માં) નંબરે છે. ભારતે દક્ષિણ એશિયા અને દક્ષિણ આફ્રિકાથી સારું પ્રદર્શન કર્યું. ઇન્ડેક્સ મુજબ, ભારતમાં અલ્પપોષણનો દર 16.6 ટકા અને 5 વર્ષથી ઓછી ઉંમરનો મૃત્યુ દર 3.1 ટકા છે. 15-24 વર્ષની ઉંમરની મહિલાઓમાં એનીમિયાની વ્યાપકતા 58.1 ટકા છે. સૂચકાંક મુજબ, ભારતમાં બાળકોનો નબળો દર દુનિયામાં સૌથી વધુ 18.7 ટકા છે જે તીવ્ર અલ્પપોષણ દર્શાવે છે.

શું છે ચાઇલ્ડ વેસ્ટિંગ અને ચાઇલ્ડ સ્ટંટિંગ

ચાઇલ્ડ વેસ્ટિંગ એટલે કે બાળકનું પોતાની ઉંમરના હિસાબે ખૂબ પાતળું કે નબળું હોવું. ચાઇલ્ડ વેસ્ટિંગની શ્રેણીમાં એ બાળકો આવે છે જેમનું વજન પર્યાપ્ત રૂપે વધી શકતું નથી. તેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આવે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ચાઇલ્ડ વેસ્ટિંગ સિવાય ચાઇલ્ડ સ્ટંટિંગ પણ એક ઇન્ડિકેટર છે. ચાઇલ્ડ સ્ટંટિંગનો અર્થ હોય છે કે ઉંમરના હિસાબે બાળકોની ઊંચાઈ ન વધાવી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું કહેવું છે કે ચાઇલ્ડ સ્ટંટિંગ અને ચાઇલ્ડ વેસ્ટિંગ બંને ઘણા પહેલુઓના જટિલ મેળ પર નિર્ભર કરે છે. એ મુજબ આ બંને માત્ર ભૂખ કે પર્યાપ્ત ભોજન ન મળવા પર નિર્ભર કરતા નથી. ભૂખ સિવાય આ ઇન્ડિકેટર્સ સ્વચ્છતા, આનુવંશિક કારણો, પર્યાવરણ અને ખાદ્ય સામગ્રી પર પણ નિર્ભર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp