INDIAએ મજબૂરીમાં મહિલા અનામત બિલને સમર્થન આપ્યું, PMએ કહ્યું- મોદી છે તો શક્ય છે

PC: ndtv.in

PM નરેન્દ્ર મોદી આજે BJPના કાર્યકરોના મહાકુંભમાં ભાગ લેવા માટે ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલના જંબોરી ગ્રાઉન્ડ ખાતે PM મોદીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના વિજય મંત્ર પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓએ મજબૂરીમાં મહિલા અનામત બિલને સમર્થન આપ્યું હતું, તે માત્ર એટલા માટે પસાર થયું હતું કારણ કે, 'મોદી છે તો તે શક્ય છે'.

PM નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણનો ઈતિહાસ ધરાવતો વંશવાદી પક્ષ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાટવાળા લોખંડ જેવી છે, જેને વરસાદમાં મૂકી રાખો તો તેનો નાશ થઇ જાય છે. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસને તક મળશે તો તે મધ્યપ્રદેશને બીમાર કરી દેશે. PMએ કહ્યું કે, કોંગ્રેસે ડિજિટલ પેમેન્ટનો વિરોધ કર્યો હતો પરંતુ આજે આખી દુનિયા UPI મોડથી પ્રભાવિત છે.

PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને વિકાસ વિરોધી પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાના હિતને ધ્યાનમાં રાખીને લોકોને ગરીબ બનાવી રાખ્યા છે. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસે પોતાના સ્વાર્થ માટે લોકોને ગરીબ રાખ્યા, જ્યારે BJPના શાસનમાં પાંચ વર્ષમાં 13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.'

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી પછી મધ્યપ્રદેશમાં કોંગ્રેસે લાંબા સમય સુધી શાસન કર્યું અને કોંગ્રેસે સમૃદ્ધ મધ્યપ્રદેશને બીમાર રાજ્યમાં ફેરવી દીધું. તેમણે કહ્યું કે, પ્રથમ વખત મતદાન કરતા મતદારો નસીબદાર છે, કારણ કે તેઓએ મધ્ય પ્રદેશમાં માત્ર BJPની જ સરકાર જોઈ છે, જે ભારતના વિકાસના વિઝનનું કેન્દ્ર છે. PM નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવન, ગુણવત્તાયુક્ત રસ્તાઓ અને સ્ટેશનોના નિર્માણ અંગે BJPની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને તેનું ઘમંડી ગઠબંધન આપણી વિરાસત અને સનાતનને નષ્ટ કરવા માંગે છે. મધ્યપ્રદેશે આવા પક્ષોથી ખૂબ કાળજી રાખવી પડશે. પહેલા કોંગ્રેસ બરબાદ થઈ, હવે નાદાર થઈ ગઈ અને હવે કોંગ્રેસે તેનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દીધો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ હવે કેટલાક શહેરી નક્સલવાદીઓ સાથે છે, કોંગ્રેસ જમીન પર પણ ખોખલી બની રહી છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હજુ પણ એ જ જૂની પેટર્ન અને જૂની માનસિકતાને અનુસરી રહી છે. ચાંદીના ચમચા સાથે જન્મેલા તેમના નેતાઓ માટે ગરીબોના જીવન માટે કોઈ ફરક નથી પડતો, કોંગ્રેસ માટે ગરીબ ખેડૂતનું ખેતર ફોટો સેશન માટેનું મેદાન છે. તેઓએ ભૂતકાળમાં પણ એવું જ કર્યું હતું અને આજે પણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે BJPએ પોતાના કાર્યકાળના દરેક કાર્યમાં નવી ઉર્જા સાથે મધ્યપ્રદેશને નવી ઉંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને તેથી અહીંના યુવાનોએ માત્ર BJPનું સુશાસન જોયું છે. તેમણે મધ્યપ્રદેશનો ચારે બાજુથી વિકાસ થતો જ જોયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp