તિબેટની 30 જગ્યાના નામ બદલશે ભારત, અરુણાચલનો બદલો લેવાની મોટી તૈયારી

PC: aljazeera.com

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રીજી વખત NDA સરકાર બની ચૂકી છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે સરકાર અરુણાચલ પ્રદેશમાં ચીનની ગતિવિધિઓનો જવાબ તેની જ ભાષામાં આપવા જઇ રહી છે. ભારતમાં તિબેટમાં ઘણી જગ્યાઓના નામ બદલવાનો નિર્ણય લીધો છે. મંગળવારે જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પદભાર સંભળ્યો છે. તેમણે પણ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ લાવવા પર ધ્યાન લગાવવાની વાત કહી છે.

એક રિપોર્ટ મુજબ, ભારત સરકારે તિબેટમાં 30 જગ્યાના નામ બદલવા પર મ્હોર લગાવી દીધી છે. આ નામ ઐતિહાસિક શોધ અને તિબેટ વિસ્તારના આધાર પર જ રાખવામાં આવશે. એવા સમાચાર છે કે ભારતીય સેના આ નામોને જાહેર કરશે અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના મેપ પર આ નામોને અપડેટ કરી દેવામાં આવશે. ખાસ વાત છે કે સરકાર તરફથી આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવી રહ્યું છે જ્યારે ચીને એપ્રિલમાં અરુણાચલ પ્રદેશના 30 નામ બદલ્યા હતા.

આ નિર્ણય પર ભારત તરફથી પણ સખત વિરોધ નોંધવાયો હતો. રિપોર્ટ મુજબ, આ લિસ્ટમાં 11 રહેવાસી વિસ્તાર, 12 પર્વત, 4 નદીઓ, 1 તળાવ, 1 ટેકરી પાસ અને 1 જમીનનો ટુકડો છે. ચીન તરફથી વારંવાર દાવો કરવામાં આવ્યા બાદ પણ ભારત સ્પષ્ટ કરતું રહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન હિસ્સો છે. જયશંકરે મંગળવારે કહ્યું કે, ભારત, ચીન સાથે સીમા પર શેષ મુદ્દાને હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પૂર્વી લદ્દાખમાં 4 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા સીમા વિવાદના કારણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં ખૂબ તણાવ આવ્યો છે. વિદેશ મંત્રીના રૂપમાં કાર્યભાર સંભળ્યાના થોડા જ સમય બાદ જયશંકરે પાકિસ્તાનથી થનારા સીમાપાર આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ પડકારને નિપટવા પ્રયાસ કરવામાં આવશે. ભારત પ્રથમ અને વસુધૈવ કુટુંબકમ ભારતીય વિદેશ નીતિના બે દિશાનિર્દેશક સિદ્ધાંત હશે.

ચીન સાથે સંબંધો પર જયશંકરે કહ્યું કે, એ દેશની સીમા પર કેટલાક મુદ્દા છે અને તેને ઉકેલવાના પ્રયાસ કરવામાં આવશે. ચીનને લઈને અમારું ધ્યાન એ વાત પર હશે કે બાકી મુદ્દાઓનો ઉકેલ કેવી રીતે આવે. ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે મે 2020થી ગતિરોધ ચાલુ છે અને સીમા વિવાદનું પૂર્ણ સમાધાન અત્યાર સુધી થઈ શક્યું નથી. જો કે, બંને પક્ષ ઘણા ટકરાવવાળા બિન્દુઓથી પાછળ હટી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp