ડ્રેગનને ડ્રોનથી ઘેરશે ભારત, ચીનના પડકાર વચ્ચે સેનાએ અચાનક ડ્રોનનો કર્યો ઓર્ડર

PC: telegraphindia.com

ચીન સામેના પડકાર વચ્ચે ભારત સતત તૈયારીઓમાં લાગ્યું છે. પછી તે તૈયારી સીમા પર રસ્તા, ભોંયરા બનાવવાનું હોય કે પછી ચીનની સેનાને પાઠ ભણાવવા માટે સૈન્ય ઉપકરણ અને સામાનોની તૈયારીઓ હોય. આ અનુસંધાને ભારતે ચીન સામેના પડકાર વચ્ચે આચનક 2,000 ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આમ પણ ડ્રોન આ સમયની જરૂરિયાત છે. હાલના સમયમાં તુર્કીના ડ્રોનનો ઉપયોગ પણ યુક્રેન અને રશિયાના યુદ્ધમાં થયો છે.

યુક્રેને તો ડ્રોનના માધ્યમથી રશિયન સેનાને ક્ષતિ પણ પહોંચાડી હતી. ત્યારબાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ત્યારબાદ ભારતની ડ્રોન ખરીદવાની ગતિમાં તેજી આવી છે. ડ્રોનનો ઉપયોગ કેટલીક રણનીતિઓ હેઠળ કરવામાં આવશે. તેમાંથી કેટલાકનો ઉપયોગ ફોરવર્ડ પોસ્ટ પર મહત્ત્વપૂર્ણ સપ્લાઇ એટલે કે ખેચતાણ કે યુદ્ધની સ્થિતિઓમાં લોજિસ્ટિક્સ સામગ્રી પહોંચાડવા માટે કરવામાં આવશે.

બાકી ડ્રોન સર્વિલાન્સના કામમાં લાગવવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રસિડેન્ટ સ્મિત શાહના સંદર્ભે જણાવવામાં આવ્યું છે કે, તેના માટે ઘણા મેન્યુફેક્ચરર્સે બોલી લગાવી છે. આ ઓર્ડરને વહેલી તકે પૂરો કરવાનો છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખ અને હાલમાં અરુણાચલ પ્રદેશમાં થયેલા ઘર્ષણ બાદ તેની સખત જરૂરિયાત અનુભવાઇ રહી છે.

લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ ફોરવર્ડ એરિયામાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે. અક્સાઇ ચીનમાં તેણે ઘણાં હેલિપેડ તૈયાર કરવા સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું છે. ડેમચોક અને ગલવાન જેવા તણાવપૂર્ણ ક્ષેત્રોમાં પણ તેની ગતિવિધિઓ સતત તેજ છે. તેને ધ્યાનમાં લઇને ચીન ચોંકી જરૂર ગયું છે. લગભગ 400 ડ્રોનને લોજિસ્ટિકલ સપોર્ટ માટે ખરીદવામાં આવી રહ્યા છે. તો 15,00ને અલગ અલગ સર્વિલાન્સ કામો માટે લેવામાં આવશે. લોજિસ્ટિક્સ માટે ઉપયોગ કરવામાં આવનાર ડ્રોન 5 કિલોથી 40 કિલો સુધીનું વજન લઇ જઇ શકે છે.

મુખ્ય રૂપે તેનું કામ ફોરવર્ડ પોસ્ટમાં સૈનિકોને અલગ-અલગ પ્રકારની સપ્લાઇ પહોંચાડવાનું હશે. આ ડ્રોન 5 કિલોમીટરથી 20 કિલોમીટર સુધી અંતર નક્કી કરશે. ડ્રોન ઊંચાઇઓ પર ઊડી શકે, એ સુનિશ્ચિત કરવા માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે લદ્દાખમાં ઘણા પ્રમુખ બેઝીસ અને ફોરવર્ડ પોસ્ટોની ઊંચાઇ 12,000 ફૂટથી 15,000 ફૂટ છે. ભારતીય વાયુસેનાનું સૌથી ઊંચાઇ પર બનેલું બેઝ દોલત બાગ ઓલ્ડી 18,000 ફૂટ પર છે. ત્યાં લેન્ડ થનાર એરક્રાફ્ટ પોતાનું એન્જિન ચાલુ રાખે છે. તે જમીન પર લગભગ માત્ર 15 મિનિટ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp