60-70 ટકા અગ્નિવીરોને કાયમી કરવામાં આવે, સામાન્ય સૈનિકોની.., મોટા બદલાવોની ચર્ચા

PC: thehindu.com

ભારતીય સેનામાં લાગૂ કરવામાં આવેલી અગ્નિવીર સ્કીમને લઈને ખૂબ વિરોધ થયો. તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી અને દાવો છે કે લોકો લોકોએ આ મુદ્દાનો વિરોધમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, સશસ્ત્ર બળ સૈન્ય ભરતી માટે અગ્નિપથ યોજનામાં સંભવિત બદલાવો પર ચર્ચા કરી રહ્યા છે. તેમાં બદલાવો માટે મુખ્ય પહેલું 25 ટકા રિટેન કરવા અને ટ્રેનિંગ પીરિયડવાળા મુદ્દા છે, જેને લઈને અંદરોઅંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હાલમાં જ ત્રણેય સેનામાં તેને લઈને સર્વે કરવામાં આવ્યો, જેના પરિણામમાં મહત્ત્વનું બિંદુ સામે આવ્યું છે. જો કે, અત્યારે આ બદલાવોને લઈને સરકાર પાસે કોઈ ઔપચારિક પ્રસ્તાવ ગયો નથી. આ એવો પ્રસ્તાવ છે, જેના પર સશસ્ત્ર બળો દ્વારા અત્યારે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સેનાની અંદર યોજનામાં જે બદલાવો પર ચર્ચા થઈ રહી છે, તેમાંથી એક છે નિયમિત સૈનિકો માટે રિટેન કરવાની ટકાવારીને વધારવાનું છે, જેનું પ્રાવધાન હાલમાં 25 ટકા જ છે. ચર્ચા એ વાતની છે કે આ 25 ટકાના કેપને વધારીને 60-70 ટકા કરવામાં આવે.

એ સિવાય વિશેષ બળો સહિત ટેક્નિકલ અને વિશેષજ્ઞ સૈનિકો માટે આ કેપ લગભગ 75 ટકા કરવામાં આવે. આ મુદ્દાને લઈને એક અધિકારીએ કહ્યું કે, સશસ્ત્ર બળોમાં આ વાંછનીય ગુણ નથી અને રિટેન્શન ટકાવારીને વિસ્તાર આપવાને લઈને અંદરોઅંદર ચર્ચાઓ છે. અન્ય સેવાઓમાં ઓછામાં ઓછી 50 ટકા અગ્નિવીરોને બનાવી રાખવા માટે પણ ચર્ચા ચાલી રહી છે. તેનું ઉદ્દેશ્ય પરસ્પર સંબંધો વધારવા અને પ્રતિસ્પર્ધાની જગ્યાએ એક બીજાને સાથે લઈને ચાલવાની ઇચ્છાને વધારવાનું છે.

અધિકારીએ કહ્યું કે, સંગઠનનું મોટું હિત એ છે કે સારા ભાઇચારા અને રેજિમેન્ટલ ભાવનાવાળા સૈનિક એક સાથે મળીને લડે. જ્યારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી તો સૈનિકો માટે ટ્રેનિંગ પીરિયડ 37-42 અઠવાડિયાનો હતો. સેનાને આંતરિક રૂપે મળેલા ફીડબેકમાં સામે આવ્યું કે, ટ્રેનિંગ પીરિયડ ઘટાડીને 24 અઠવાડિયા કરવાથી સૈનિકને નેગેટિવ પ્રભાવ પડી રહ્યો છે. સેના એ વાત પર ચર્ચા કરી રહી છે કે અગ્નિવીરો માટે ટ્રેનિંગ પીરિયડને સામાન્ય નાગરિકો માટે નિર્ધારિત ટ્રેનિંગની જેમ જ કરવામાં આવે, જ્યારે તેમની સર્વિસ ટાઇમ વધારીને 4ની જગ્યાએ 7 વર્ષ કરવામાં આવે, જેનાથી તેમને ગ્રેચ્યુઇટી અને પૂર્વ સૈનિક હોવાનો દરજ્જો આપી શકાય.

અન્ય સૂચનોની વાત કરીએ તો તેમે ગ્રેજ્યુએટ કર્મીઓને અન્ય કામો માટે હાયર કરવાનું પણ સામેલ હતું. એક અધિકારીએ કહ્યું કે, ટેક્નોલોજી સાથે જોડાયેલા કામો માટે પ્રોફેશનલ્સની જરૂરિયાત છે. અગ્નિવીર તેમને ભરતી કરવાની એક શાનદાર રીત છે. અન્યથા 2035 સુધી તેમના માટે ઘણા વરિષ્ઠ પદ ખાલી થઈ જશે. એ સિવાય ઘણા સૂચનો પર પણ ચર્ચા થઈ રહી છે, જેમાં અગ્નિવીરોની સીનિયારિટીને સિક્યોર કરવા સિવાય તેમને અર્ધસૈનિક બળોમાં નવી રીતે સામેલ કરવાની જગ્યાએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળોમાં સામેલ કરવાનું સૂચન પણ સામેલ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp