બંધારણ બચાવો સંમેલન

PC: indianexpress.com

બંધારણને બદલવા માટે ભાજપ સરકાર દ્વારા રચાઈ રહેલા ષડયંત્રને લીધે બંધારણ બચાવવા રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ તા.15 ઓક્ટોબરે અમદાવાદમાં જાહેરસભા યોજાશે. એમ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ રાવ આંબેડકરે જણાવ્યું હતું.

બંધારણ બચાવવા તા.15ઓક્ટોબરે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કોલેજની પાછળ બપોરે 12 વાગ્યે બંધારણ બચાવો સંમેલન યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાને ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર બાબાસાહેબ પ્રકાશ આંબેડકર હાજર રહેશે. જાતિવાદના નામે આદિવાસી દલિતો સાથે અન્યાય, ભેદભાવ, અત્યાચાર, સામૂહિક હુમલાઓ અને હત્યાઓની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.

તાજેતરમાં ગુજરાતમાં ઉનામાં દલિતો પર અત્યાચાર થતાં ભયના ઓથાર હેઠળ અસલામતી અનુભવી રહ્યા છે. દેશમાં બંધારણ મુજબ દલિતોને સમાન તક આપવાની જોગવાઈઓ પૂરતા પ્રમાણમાં લાગુ કરવામાં આવી નથી ત્યાં તો ભારતના રૂઢિચુસ્ત ધાર્મિક અને રાજકીય કટ્ટરવાદી નેતાઓ અને આ નેતાઓને આધિન ભાજપ સરકાર અનામત વિરોધી અને બંધારણ વિરોધી વાતાવરણ ઊભું કરી અનામત રદ કરવા અને બંધારણની સમીક્ષા કરવા બાબતે ભાષણોમાં જાહેર કર્યું હતું અને બંધારણના મૂળભૂત તત્ત્વોનો નાશ કરવાનું કોઈ કાવતરૂં ઘડી કાઢયું હોય તેવું સ્પષ્ટ લાગે છે એટલે બંધારણ બદલવા માગતી વર્તમાન ભાજપ સરકારને હટાવવા માટે અમે મેદાને આવીશું. આજે દેશમાં સરકાર વિરૂદ્ધ લખનારા પત્રકારોની હત્યા થઈ રહી છે અને મીડિયાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સરકાર કે ધારાસભ્ય વિરૂદ્ધ બોલનારા વ્યક્તિના ઘરે પોલીસ પહોંચી જાય છે. એટલે દેશમાં આજે રાજકીય આતંકવાદ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp