2000થી વધારેનું ઓનલાઇન પેમેન્ટ નહીં કરી શકશો, 4 કલાકની રાહ જોવી પડશે
હાલના દિવસોમાં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના ઘણાં કિસ્સા સામે આવી રહ્યા છે. સાઈબર ગુનેગારો છેતરપિંડી કરતા લોકોની સાથે ફ્રોડ કરે છે અને તેમના બેંક અકાઉન્ટમાંથી પૈસા કાઢી લે છે. સરકાર પણ આ મામલાને લઇ ખૂબ જ ગંભીર છે. ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ રોકવા માટે સરકાર ડિજિટલ પેમેન્ટમાં અમુક ફેરફાર કરી શકે છે. જો બે લોકો પહેલીવાર એકબીજા સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે તો તેના માટે 4 કલાક સુધી રાહ જોવી પડી શકે છે. આવા મામલામાં પેમેન્ટની રકમ પણ 2000 રૂપિયાથી વધારે રહેશે નહીં.
પહેલીવાર કોઈને પૈસા મોકલી રહ્યા છો તો 2000થી વધારાનું ટ્રાન્સફર કરી શકશો નહીં. રિપોર્ટ્સ અનુસાર સરકાર બે લોકોની વચ્ચે પહેલા ટ્રાન્ઝેક્શન માટે 4 કલાકનો વેટિંગ પીરિયડ નક્કી કરી શકે છે. જેનો અર્થ છે કે ચાર કલાક સુધી તમે તે વ્યક્તિની પાસે પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં. જાણો આ ફેરફારોની કેવી અસર થઇ શકે છે.
UPI સહિત આ પેમેન્ટ સર્વિસ પર અસર
જો બેન્કિંગ પેમેન્ટ સંબંધી આ ફેરફાર લાગૂ થાય છે તો તેની અસર માત્ર UPI સુધી સીમિત રહેશે નહીં. રિપોર્ટ પ્રમાણે, પ્રસ્તાવિત ફેરફાર ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ(IMPS) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ(RTGS) જેવા ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ પર પણ લાગૂ થશે. સાઈબર હુમલાથી છૂટકારો મેળવવામાં આ ફેરફાર ખૂબ મદદ કરી શકે છે.
હાલમાં કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો
હાલમાં, જો કોઈ યૂઝર UPI પર અકાઉન્ટ બનાવે છે તો એ પહેલા 24 કલાકમાં માત્ર 5000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકે છે. નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર(NEFT)ના મામલામાં એક્ટિવેશન પછી 24 કલાકમાં માત્ર 50,000 રૂપિયા સુધી મોકલી શકાય છે. જેને તમે એકસાથે કે પછી ટુકડામાં મોકલી શકો છો.
RBI, બેંકો અને ટેક કંપનીઓની મીટિંગ
જોકે, નવા પ્લાનના હિસાબે જો તમે કોઈ વ્યક્તિની સાથે પહેલા ક્યારેય પણ ટ્રાન્ઝક્શન કર્યું નથી, તો તેની પાસે 2000 રૂપિયાથી વધારે મોકલવા માટે 4 કલાકની રાહ જોવાની રહેશે. તમારી પાસે પેમેન્ટ કેન્સલ કરવા કે બદલવા માટે 4 કલાકનો સમય રહેશે. આ મુદ્દા પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI), પબ્લિક અને પ્રાઈવેટ બેંક અને ગૂગલ જેવી ટેક કંપનીઓ આજે મીટિંગ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp