સુરંગ બનાવીને પેટ્રોલ-ડીઝલની ચોરી, ઇન્ડિયન ઓઇલને ચોરોએ આ રીતે લગાવ્યો ચૂનો

PC: aajtak.in

દિલ્હીના દ્વારકા પોચનપુરા ગામ વિસ્તારથી હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ’ની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં સેંધ લગાવીને પેટ્રોલ અને ડીઝલની ચોરી થઈ રહી હતી. ચાલાક ચોર પાઈપલાઇનથી 40 મીટર દૂર સ્થિત એક ખાલી પ્લોટથી પાઇપલાઇન સુધી 15 ફૂટ નીચે ઊંડાઈથી 40 મીટરની સુરંગ બનાવીને આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા. હેરાનીની વાત એ છે કે સુરંગની અંદર શ્વાસ ન રૂંધાય તે માટે ચોરોએ ઓક્સિજનની વ્યવસ્થા કરી રાખી હતી.

ઘટનાની જાણકારી એ સમયે થઈ જ્યારે ઇન્ડિયન ઓઇલના અધિકારી બિજવાસન સ્થિત ઇન્ડિયન ઓઇલ ડેપોથી મથુરા-જાલંધર સુધી જતી અંડરગ્રાઉન્ડ પાઈપલાઇનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. પોચનપુર સ્થિત અંડરગ્રાઉન્ડ પાઈપલાઇનથી મશીનમાં ડ્રોપિંગ સિગ્નલ મળ્યું. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલના કર્મચારીઓએ ખોદકામ શરૂ કર્યું. અહીં તેમણે જોયું કે, પાઇપલાઇનમાં કાણું કરીને ઓન-ઓફ કરવાના વૉલ લાગેલા હતા. આ વોલ પ્લાસ્ટિકની પાઇપ સાથે લાગેલા હતા, જે એક સુરંગના માધ્યમથી બહાર જઈ રહ્યા હતા.

ત્યારબાદ ઇન્ડિયન ઓઇલના કર્મચારી પ્લાસ્ટિકની પાઇપલાઇનનો પીછો કરતા સુરંગની અંદર પહોંચ્યા. આ સુરંગ લગભગ 40 મીટર દૂર સ્થિત એક ખાલી પ્લોટ પણ નીકળી રહી હતી. ચોરોએ આ ખાલી પ્લોટમાં 15 ફૂટની ઊંડાઈ પર સુરંગ બનાવીને સેંધ લગાવી હતી. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલના અધિકારીઓએ ઘટનાની જાણકારી પોલીસને આપી. ઘટનાની ગંભીરતા જોતા દ્વારકા સેક્ટર-23 પોલીસ સ્ટેશનની પોલીસે દ્વારકા ATS સાથે મળીને તપાસ શરૂ કરી અને એક આરોપીને કસ્ટડીમાં લીધી હતી.

આરોપીની ઓળખ ખાલી પ્લોટ માલિક 52 વર્ષીય રાકેશ ઉર્ફે ગોલુના રૂપમાં થઈ છે. તે પોચનપુરા ગામનો જ રહેવાસી છે. તેની પૂછપરછ કરવા પર ચોરીની ઘટનાનો ખુલાસો થયો. જો કે, ઘટનાને અંજામ આપવામાં આરોપી સાથે કેટલા લોકો સામેલ હતા, આ લોકો ક્યારથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરી રહ્યા હતા અને અત્યાર સુધી કુલ કેટલી કિંમતનું પેટ્રોલ અને ડીઝલ ચોરી કરી ચૂક્યા છે. આ બધી વાતોની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને ઘટનાસ્થળ પર ચોરીમાં ઉપયોગ કરેલા ઉપકરણ પણ મળી આવ્યા.

તેમાં 40 મીટર, 62 મીટર અને 35 મીટરના 3 પાઇપ, નાના-મોટા 2 બ્લોઅર, 1 પિકેકસ, 1 લોખંડની સબ્બલ, 2 સ્પેનર અને 2 રીચ, 2-D બ્લાઇન્ડ અને 5 નટ, 2 બોક્સ એપોક્સી હાર્ડનર, 1 આરા, 1 બંદૂક, 1 લાકડીની સીડી અને 1 તાડપત્રી મળી છે. હાલમાં દ્વારકા પોલીસ સ્ટેશનની પોલીસે કેસ દાખલ કરી લીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઇન્ડિયન ઓઇલ ડેપો બ્રૃજવાસન સહાયક મેનેજમેન્ટ અભિષેક કશોધને જણાવ્યું કે, ચોરીના પ્રેસર ડ્રોપથી ખબર પડી. પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ચોરી થયેલી એ મથુરા-જાલંધરની લાઇન છે. તેનાથી ઉત્તર ભારતમાં તેલ જાય છે. તેનાથી વિસ્તારમાં બ્લાસ્ટ થઈ શકતો હતો અને આગ પણ લાગી શકતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp