ભારતીય રેલવે આગામી 10 દિવસમાં વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવશે

PC: Khabarchhe.com

પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવા માટે પ્રયાસોના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા એક મોટા નિર્ણય અનુસાર આગામી દસ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વધુ 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ પહેલના કારણે દેશભરમાં અંદાજે 36 લાખ ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પરત ફરવાની સુવિધા ઉભી થઇ શકશે.

અહીં ખાસ નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા 01 મે 2020ના રોજ દેશના વિવિધ ભાગોમાં લૉકડાઉનના કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજ્યમાં જવા માટે મુસાફરીની સગવડ ઉભી કરવાના આશયથી “શ્રમિક વિશેષ ટ્રેનો” ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વિશેષ ટ્રેનો આવનાર પ્રવાસીઓ અને મોકલનાર પ્રવાસીઓ બંને રાજ્યોની મંજૂરી મળ્યા પછી એક સ્થળેથી સીધા બીજા સ્થળ સુધી દોડાવવામાં આવે છે.

આવા ફસાયેલા નાગરિકોને મોકલવાની કામગીરી દરમિયાન પ્રમાણભૂત પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. રેલવે અને રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી તેઓ આ “શ્રમિક વિશેષ” ટ્રેનો માટે સતત સંકલનમાં રહે અને તેનું પરિચાલન સરળતાથી થઇ શકે.

છેલ્લા 23 દિવસમાં ભારતીય રેલવે દ્વારા 2600 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. આજદિન સુધીમાં અંદાજે 36 લાખ ફસાયેલા શ્રમિકોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. અહીં નોંધનીય છે કે, રેલવે મંત્રાલય દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનો ઉપરાંત 12.05.2020ના રોજ 15 જોડીમાં વિશેષ ટ્રેનોનું પરિચાલન શરૂ કરવામાં આવ્યું છે અને 1 જૂન 2020ના રોજથી વધુ 100 જોડી ટ્રેનોની સેવા દેશના વિવિધ ભાગોમાં શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp