અંતરિક્ષમાં સુપર પાવર બનશે ભારત, જાણો શું કરવા જઇ રહ્યું છે ISRO
ચંદ્રયાન-3ની સફળતા બાદ જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ પોતાના નવા મિશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ISRO જલદી જ અંતરીક્ષમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ISRO પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજો દેશ હશે જે સ્પેશ સ્ટેશન બનાવશે. ભારતનું સ્પેસ સ્ટેશન અમેરિકા અને ચીનના સ્પેશ સ્ટેશનની તુલનામાં ખાસ હશે.
સ્પેશ સ્ટેશન શું હોય છે?
સ્પેસ સ્ટેશન એક ઉપકરણ હોય છે, જેને અંતરીક્ષમાં સ્થાપિત કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશન અંતરીક્ષથી પૃથ્વીની સતત દેખરેખ રાખે છે. અંતરીક્ષમાં જનારા યાત્રી સ્પેસ સ્ટેશન પર રહીને જાત જાતના રિસર્ચ કરે છે. સ્પેસ સ્ટેશન ધરતીના ઓર્બિટમાં ચક્કર લગાવતું રહે છે. એક એસ્ટ્રોનોટ્સ અંતરીક્ષમાં સામાન્ય રૂપે 6 મહિના માટે રહે છે. સ્પેસ સ્ટેશન પર એક સમયમાં 6 કે 7 એસ્ટ્રોનોટ રહે છે. તેમના પાછા આવ્યા બાદ એસ્ટ્રોનોટ્સના બીજી ટીમને મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને 15 દેશો સાથે મળીને બનાવ્યું હતું.
કેવું હશે ભારતનું સ્પેસ સ્ટેશન?
ISROએ જણાવ્યું કે, ભારતનું સ્પેસ સ્ટેશન 20 ટનનું હશે. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું વજન 450 ટનથી વધુ છે. તો ચીની સ્પેસ સ્ટેશનનું વજન 80 ટન છે. ISROએ જણાવ્યું કે, ભારતીય સ્પેસ સેન્ટરમાં એક સાથે 4-5 એસ્ટ્રોનોટ્સ રહી શકશે. ભારતીય સ્પેસ સ્ટેશનને પૃથ્વીથી નીચે ઓર્બિટમાં રાખવામાં આવશે. આ ઓર્બિટને LEO કહેવાય છે જે લગભગ 400 કિલોમીટર દૂર સ્થિત છે. વર્ષ 2019માં ISROના તત્કાલીન પ્રમુખ કે. સિવાને મીડિયાને જણાવ્યું હતું કે ISRO ગગનયાન મિશન બાદ વર્ષ 2030 સુધીમાં પોતાનું સ્પેસ સેન્ટર લોન્ચ કરશે.
ઉલ્લેખનીય છે કે ગગનયાન મિશનને તેના પહેલા ચરણના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. ISRO આગામી વર્ષે પોતાનું પહેલું માનવ રહિત ગગનયાન મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. ગગનયાનને પૃથ્વીના લોઅર ઓર્બિટમાં મોકલવામાં આવશે. જ્યાં ગગનયાન મિશનને મોકલવામાં આવશે. ત્યાં જ ISRO પોતાનું સ્પેસ સેન્ટર સ્થાપિત કરશે. હાલમાં જ ભારત સરકારે ISROની આ પરિયોજના માટે ફંડ જાહેર કર્યું છે.
G20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભારત અને અમેરિકા અંતરીક્ષમાં પણ પાર્ટનરશિપ કરશે અને સ્પેસ મિશનમાં એક બીજાની પરસ્પર મદદ કરતા રહેશે. ISROએ જણાવ્યું કે, અમેરિકન સ્પેસ એજન્સી NASA ભારતીય એસ્ટ્રોનોટ્સને તાલીમ આપશે. તેના માટે NASA અને ISRO વચ્ચે સમજૂતી પણ થઈ ચૂકી છે. ગગનયાન મિશનમાં અંતરીક્ષમાં જનારા એસ્ટ્રોનોટ્સને પણ હ્યુસ્ટનમાં સ્થિત જૉનસન સ્પેસ સેન્ટરમાં ટ્રેનિંગ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp