7.9 ફૂટ લાંબા વાળ લહેરાવતી સ્મિતા, 32 વર્ષથી નથી કપાવ્યા, ગિનીઝ બુકમાં સ્થાન

PC: guinnessworldrecords.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સ્મિતા શ્રીવાસ્ત લાઇમલાઇટમાં છે. પોતાના લાંબા વાળોના કારણે નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. તેણે 32 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. સ્મિતાને વાળ વધારવાની પ્રેરણા પોતાની માતા પાસેથી મળી છે. સ્મિતા શ્રીવાસ્તવ અત્યારે 46 વર્ષની થઈ ગઈ છે. 14 વર્ષની ઉંમરથી આજ સુધી તેને પોતાના વાળ પર કાતર લાગવા દીધી નથી. છેલ્લા 32 વર્ષથી સ્મિતાએ પોતાના વાળોને એટલા લાંબા કરી દીધા છે કે તેનું નામ ગિનીઝ બુક ઓર વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.

રેકોર્ડ બુકમાં નામ નોંધાયા બાદ તેના ઘર બહાર ફેન્સની લાઇન લાગી ગઈ. સ્મિતા કહે છે કે, લાંબા વાળોનું કારણ મારી માતા છે કેમ કે મારી માતાના વાળ લાંબા અને સુંદર હતા. તેમને જોઈને બાળપણથી જ મારું સપનું હતું કે મારા વાળ પણ તેમના જેવા હોય. તેની પાસેથી જ પ્રેરણા લઈને મેં વાળ વધારવાનું ચાલુ કર્યું અને આજે આ મુકામ હાંસલ કર્યું છે. આ 32 વર્ષોમાં વાળોની લંબાઈ 7 ફૂટ 9 ઇંચ થઈ ગઈ.

જાણો સ્મિતા શ્રીવાસ્તવ બાબતે:

સ્મિતા શ્રીવાસ્તવ પ્રયાગરાજના અલ્લાપુરની રહેવાસી છે. તેના લગ્ન બિઝનેસમેન સુદેશ શ્રીવાસ્તવ સાથે થયા છે. દંપતીના બે દીકરા છે. સ્મિતાનો મોટો દીકરો અથર્વ નોઇડામાં બી.ટેક કરી રહ્યો છે અને નાનો દીકરો શાશ્વત સેન્ટ જોસેફ કોલેજમાં 7મા ધોરણનો અભ્યાસ કરે છે. સ્મિતાના માતા-પિતા જ્ઞાનપુર (ભદોહી)ના રહેવાસી છે. તેની 4 બહેનો પણ છે, જે લાંબા વાળો માટે તેને પ્રેરણા આપે છે. સ્મિતાએ ઈતિહાસથી MA કર્યું છે. તે પોતાની માતાના વાળોની દીવાની હતી કેમ કે તેની માતાના વાળ ખૂબ સુંદર હતા. આ જ કારણ છે કે સ્મિતાએ બાળપણથી જ નક્કી કરી લીધું હતું કે પોતાના વાળને તે માતાની જેમ સુંદર બનાવશે.

14 વર્ષની ઉંમર બાદથી તેણે પોતાના વાળોને કાતર લગાવા દીધી નથી સ્મિતાનું કહેવું છે કે જ્યારે પણ મારા વાળ તૂટે છે તો હું તેમને ફેકતી નથી. તેને સુરક્ષિત પોતાના ઘરમાં જ રાખું છું. મારા લાંબા વાળોના કારણે દરેક મને જોતું જ રહી જાય છે. લોકો વાળો સાથે સેલ્ફી પણ લે છે. લાંબા વાળના કારણે સ્મિતાને ઘણા એવોર્ડ્સ પણ મળી છે. ઘણી વખત તેને સન્માનિત પણ કરવામાં આવી છે. સ્મિતાના વાળોની લંબાઈ 236.22 સેમી (7 ફૂટ 9 ઇંચ) છે. અગાઉ વર્ષ 2012માં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તેની નામ નોંધાયું હતું.

એ સિવાય પ્રયાગરાજમાં પણ લાંબા વાળોના કારણે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. સ્મિતાએ જણાવ્યું કે, તેના લાંબા વાળને સવારવામાં 2 કલાક કરતા વધુ સમય લાગે છે. વધુ લાંબા વાળ હોવાના કારણે અઠવાડિયામાં બે વખત જ પોતાના વાળ ધોય શકે છે. વાળને ધોવામાં અડધા કલાક કરતા વધુ સમય લાગે છે. હાલમાં ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયા બાદ સ્મિતા ખૂબ ખુશ છે. તે કહે છે કે હું પોતાના વાળમાં ક્યારેય કાતર નહીં લગાવું. તેની હંમેશાં કાળજી લેતી રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp